________________
આ અગ્નિ ભૂ તેના ઘાતક છે, એમાં સંદેહ નથી.” (દશ વૈ. અ. ૩. ગ ૩૫)
આ અગ્નિના વ્યાપારને પૃથ્વીકાયને ખેદ કહે છે. કારણ કે દાહક હેવાના કારણે તે પૃથ્વી આદિને દુખ ઉત્પન્ન કરે છે તેને જાણવાવાળા ખેદ’ કહેવાય છે.
અગ્નિકાયને વ્યાપાર સર્વ પ્રાણીઓને પીડા પહોંચાડે છે. જે આ પ્રકારે જાણે છે તેજ પુરુષ અશસ્ત્રને અર્થાત્ સત્તર પ્રકારના સંયમના ખેદને સંયમના ભંગથી થવાવાળા ખેદને જ્ઞાતા-જાણનાર હોય છે. તાત્પર્ય એ છે કે-અગ્નિકાયના વ્યાપારથી પૃથ્વીકાય આદિના જીને નાશ થાય છે. અને તેથી સંયમ ભંગ થાય છે, અને સંયમના ભંગથી, મુનિપણું ભંગ થાય છે. આ પ્રમાણે અગ્નિવ્યાપાર સર્વસ્વને નાશક હેવાથી સાધુઓ માટે પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગવા ગ્ય છે.
આ વાતને દઢ કરવાના ઉદ્દેશથી ફરી બીજા રૂપથી કહે છે કે-જે અશસ્ત્ર (સંયમ)ના ખેદને જાણે છે તે દીર્ઘલેકશસ્ત્રના ખેદને જાણે છે. તેની વ્યાખ્યા પ્રથમ કહેલી છે તે પ્રમાણે સમજવી જોઈએ. (સૂ. ૨)
અગ્નિકાય શસ્ત્ર
શસ્ત્રદ્વારશંકા થાય છે કે જે શસ્ત્રથી અગ્નિને ખેદ થાય છે તે કોણે જોયું છે? અને સંયમરૂપ અશસ્ત્ર કેણે જોયું છે? તેના ઉત્તરમાં કહે છે-“હિં. ઈત્યાદિ.
મૂલાથ–પરીષહ-ઉપસર્ગ આદિને જીતવાવાળા, સંયત-સંયમી સદા યતનાવાન અને સદા અપ્રમત્ત રહેવાવાળા વીરપુરુષએ તે જોયું છે. (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૧