________________
અગ્નિકાય જીવ પરિણામ
પરિમાણ દ્વાર– બાદર પર્યાપ્ત તેજસ્કાયના જીવ ક્ષેત્ર-પપમના અસંખ્યાતમા ભાગવત પ્રદેશની રાશિના બરાબર છે. બાદર અપર્યાપ્ત-તેજસ્કાય જીવ તેનાથી અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. અને સૂક્ષ્મ પર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણ છે. પૃથ્વીકાયની સાથે અગ્નિકાયના પરિમાણને વિચાર કરવામાં આવે તે આ પ્રકારે છે–
તેજસ્કાયના જે બાદર પર્યાપ્ત જીવ ક્ષેત્રપાપમને અસંખ્યાતમા ભાગવતી પ્રદેશોની બરાબર છે, તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવોથી અસંખ્યાત ગુણ હીન છે. બાકીની ત્રણેય રાશિઓ પૃથ્વીકાયની સમાનજ સમજી લેવી જોઈએ, વિશેષતા માત્ર એટલી છે કેબાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી બાદર અપર્યાપ્ત તેજસ્કાયના જીવ અસંખ્યાત ગુણ ઓછા છે. સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂક્ષમ અપર્યાપ્ત તેજસ્કાયના જીવ વિશેષહીન છે. સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયના જીવેથી સૂક્ષ્મ પર્યાપ્ત તેજસકાયના જીવ વિશેષહીન છે-વિશેષ ઓછા છે.
આ પ્રમાણે યુક્તિ અને આગમપ્રમાણથી અગ્નિની સજીવતા સિદ્ધ થઈ જવા છતાંય પણ જે કેાઈ અગ્નિકાયના જીવોને અ૫લાપ કરે છે તે તે ઉપયોગ લક્ષણથી અનુમાન કરવામાં આવેલા અને શરીરના અધિષ્ઠાતા આત્માને અપલાપ કરે છે. પરંતુ એ પ્રમાણે કરવું તે ઉચિત નથી. તેથી સૂત્રકાર કહે છે–આત્માને અ૫લાપ ન કરો.” કઈ આત્માએ આ શરીર ગ્રહણ કર્યું છે, અને કેઈએ શરીરને ત્યાગ કર્યો છે, એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શરીર આત્માદ્વારા અધિષિત છે, આ પ્રમાણે યુક્તિ અને આરામથી સિદ્ધ, શરીરના અધિષ્ઠાતા તથા જ્ઞાન આદિ ગુણવાળા આત્માને નિષેધ કરી શકાતું નથી. એટલા માટે “આત્મા નથી” આ પ્રમાણે આત્માને નિષેધ કરી શકાતું નથી. એટલા માટે “આત્મા નથી ” આ પ્રમાણે આત્માને નિષેધ કરે જોઈએ નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૮