________________
અગ્નિકાય પ્રરૂપણા
પ્રરૂપણાહાર–
અગ્નિકાયના જીવ બે પ્રકારના છે—(૧) સૂક્ષ્મ અને (ર) ખાદર. જેને સૂક્ષ્મ નામકર્મના ઉદય હોય તે સૂક્ષ્મ અને જેને ખાદર નામકર્મના ઉદય હાય તે માદરજીવ છે. તેમાંથી સૂક્ષ્મના પણ એ ભેદ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂક્ષ્મ જીવ સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે. અને માદર લેાકના એક દેશમાં છે.
માદર અગ્નિકાય અનેક પ્રકારના છે. જેમકે-અંગાર, જવાલા, મળતુ લાકડું, શુદ્ધ અગ્નિ વગેરે. સવ ખાદર અગ્નિકાય પણ એ પ્રકારના છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત; જ્યાં એક માદર જીવ હાય છે ત્યાં નિયમથી અસંખ્યાત જીવ હોય છે. માદર જીવાતું ક્ષેત્ર મનુષ્ય લેાકજ છે. તેનાથી આગળ નથી.
ખાદર તેજસ્કાય, અન્તર ન હોય તે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પંદર ક્ષેત્રમાં રહે છે. યુગલિઆના સમયરૂપ અતર હોવા પર પાંચ મહાવિદેહમાં રહે છે, અન્યત્ર નહિ. ઉપપાતની અપેક્ષા લેાકના સંખ્યાત ભાગમાં રહે છે.
સમુદ્ધાતની અપેક્ષા સમસ્તલેાકવ્યાપી પૃથ્વીકાય આદિ મારણાન્તિક સમુદ્ધાત કરીને ખાદ્યર અગ્નિમાં ઉત્પન્ન થઈન તે–તે વ્યપદેશ-(નામ)ને પાત્ર થઈને સર્વ લેાકવ્યાપી છે.
જ્યાં ખાદર પર્યાપ્ત છે ત્યાંજ ખાદર અપર્યાપ્ત છે; કેમકે અપર્યાપ્ત જીવ પર્યાપ્તના આશ્ચયેજ ઉત્પન્ન થાય છે. એ કારણથી સૂક્ષ્મ અને બાદર પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ ભેદ છે અને વ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારો ભેદો પામતા થકા એની સભ્યેય ચનિ વગેરે ભેદોની સંખ્યા લાખા થઈ જાય છે.
તેની ચેાનિ સંવૃત અને ઉષ્ણ છે, તે પણ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે, એની સાત લાખ સૈનિએ છે.
સૂક્ષ્મ અને માદર અને પ્રકારના અગ્નિકાય જીવાના શરીરના આકાર સાયના સમૂહની પ્રમાણે છે. શરીરત્રય (ત્રણુ શરીર) આદિ અન્ય ભેદ પૃથ્વીકાયની સમાન છે. બન્ને પ્રકારના અગ્નિકાય અસંખ્યાત-અસંખ્યાત છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૭