________________
અગ્નિકાય લક્ષણ
લક્ષણકાર——
શકા—તેજસ્કાયના જીવાના અસ્તિત્વ (હાવાપણા)માં શું પ્રમાણુ છે ? સમાધાન—અંગાર આદિ જીવનાં શરીર છે. કેમકે તે છેદ્ય છે, ભેદ્ય છે, અને દૃશ્ય છે. જેમકે હાથ, પગ આદિના સમૂહ,
અથવા—અંગાર આદિની પ્રકાશરૂપ પર્યાય આત્માના પ્રયોગથી ઉત્પન્ન થઈ છે; કારણકે તે શરીરમાં સ્થિત છે. જેવી રીતે-દ્રુગન ( આગિયા નામના પ્રાણી)ના શરીરની પર્યાય. જેમ રાત્રી વગેરે ખાસ સમયમાં જુગન (આગીએ) નામક પ્રાણીના શરીર–પરિણામ (ચમકવું) જીવના પ્રયાગથી પ્રગટ થાય છે. તે પ્રમાણે અંગાર આદિના પ્રકાશરૂપ પરિણામ પણ આત્માના વ્યાપારથીજ ઉત્પન્ન થાય છે.
અથવા—અંગાર આદિની ગરમી આત્માના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કારણકે તે શરીરમાં છે, જેમકે જ્વર-તાવની ગરમી. જવરતાવની ગરમી જીવથી યુક્ત શરીરમાંજ ઉત્પન્ન થાય છે. જીવના સંચાગ વિના ઉત્પન્ન થતી નથી. મુડદામાં જવર–તાવ કાઈ સ્થળે જોવામાં આવતા નથી; આ પ્રમાણે અગ્નિમાં અન્વય-વ્યતિરેકદ્વારા સચિત્તતા સમજવી જોઇએ. અહિં સૂર્યથી હેતુમાં વ્યભિચાર નથી. કેમકે સÖમાં આત્મપૂર્વકજ ગરમી હાઈ શકે છે, એટલા કારણથી વ્યભિચાર નથી.
અગ્નિકાય સચિત્તતા
અથવા——તેજ સચેતન છે. કેમકે યથાયેાગ્ય આહાર ગ્રહણ કરવાથી તેનામાં વૃદ્ધિરૂપ વિકાર જોવામાં આવે છે. જેવી રીતે પુરુષમાં. આ પ્રકારે જીવના લક્ષણુ મળવાથી તેજસ્કાયના જીવાનું અસ્તિત્વ જાણવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
અથવા—અપ્રગટ ઉપયોગથી લઇને કષાયપર્યંત જીવનાં લક્ષણ જેવામાં આવે છે, તે કારણે તેજસ્કાયના જીવાનુ' અસ્તિત્વ નિશ્ચય હોય છે. આમાં આગમ પ્રમાણ પણ છે— “ તેજસ્કાય સચિત્ત કહેલું છે. તેમાં અનેક જીવ છે, તેનું અસ્તિત્વ અલગઅલગ છે, શસ્રપરિણત અગ્નિને છેાડીને. ” ઈત્યાદિ. ( દશવૈ, અ. ૪)
૨૧૬