________________
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય વગેરે પ્રગટ થઈ જાય તે શ્રદ્ધાનું ચિહ્ન છે.
વિતરાગદ્વારા પ્રરૂપિત પ્રવચનનાં તમાં સજ્જડ પ્રીતિ થવાથી અનન્તાનું બંધી કષાયને (ક્રોધ, માન, માયા, લેભનો) ઉદય થાય નહિ તે શમ કહેવાય છે. અથવા વિષયે પ્રતિ આસક્તિ હઠી જાય તે રામ છે.
જિન ભગવાનને વચન–અનુસાર નરક આદિ ગતિઓમાં નાના પ્રકારના દુઃખેને જાણી ને તેનાથી ભયભીત થવું તે “વે છે. જેમકે-“પિતાના કરેલાં કર્મોના ઉદયથી નરકમાં ક્ષેત્રજન્ય શીત–ઉષ્ણ (શદ–ગરમી) આદિ દસ પ્રકારની વેદના, પરમાધામી દેવે દ્વારા જે થાય છે તે વેદના, અને પરસ્પર નારકી જીવે દ્વારા થનારી વેદના, નરકમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની વેદના છે. તિર્યંચમાં તાડના, તર્જના (મારવું–તર છોડવું) ભૂખ, તરસ, પરાધીનતા, બેજા ઉપાડવા આદિ અનેક પ્રકારની વેદના છે. મનુષ્યમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સન્તાપ આદિની વેદના છે. દેવામાં ઈર્ષ્યા, વિષાદ, (ક) આજ્ઞાપાલન આદિનાં દુખે છે. જીવ આ દુઃખને અનુભવ કરે છે. તે કારણથી હું એ પ્રયત્ન કરું કે-જેથી મને આ પ્રકારનું દુઃખ ભોગવવું પડે નહિ.” આ પ્રકારનું આત્માનું પરિણામ તે સંવે કહેવાય છે.
અથવા સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં અચલ અનુરાગ-પ્રીતિ થ તે સંવેગ કહેવાય છે. કહ્યું પણ છે કે –
હિંસા આદિની પરમ્પરાથી રહિત સાચા ધર્મમાં, રાગ દ્વેષ અને મેહ આદિથી રહિત દેવમાં, તથા સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત ગુરૂ-સાધુમાં નિશ્ચલ અનુરાગ થ તે સંવેગ છે.” ૧ .
આ વિષયમાં આગમ પ્રમાણ પણ છે –
“ભગવન સંવેગથી જીવને શું લાભ થાય છે?” સંવેગથી સર્વશ્રેષ્ઠ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને ધર્મશ્રદ્ધાથી સંવેગ શીધ્ર ઉત્પન્ન થાય છે. અનન્તાનુબંધી કોઈ, માન, માયા અને તેમને તે ક્ષય કરે છે. નવીન કર્મોને બંધ કરતો નથી, અને એ કારણથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને જીવ દર્શનને આરાધક થાય છે. દર્શનવિશદ્ધતા વધી જવાથી કઈ-કઈ એ ભવમાં સિદ્ધ થઈ જાય છે કેઈ એ ભવમાં મોક્ષે ન જાય તે ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી, અર્થાત્ ત્રીજા ભવમાં તે અવશ્ય મોક્ષે જાય છે.” (ઉત્તરાઅ.ર૯)
સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં નિશ્ચલ અનુરાગરૂપ સંવેગથી જીવને સર્વોત્કૃષ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯ ૨