________________
અનગાર કર્તવ્ય
ઉપર કહ્યા તેવા અણગારનું કર્તવ્ય બતાવે છે-“ના” ઈત્યાદિ.
મૂલાથ–શંકા, કાંક્ષા વગેરેને ત્યાગ કરીને અને પૂર્વ કાલના સંયોગોને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી નિકળ્યા છે, તે શ્રદ્ધાનું નિરંતર પાલન કરવું. (સૂ. ૨)
ચીકાશ નહોતરિઝને અર્થ છે. શંકા, શંકા બે પ્રકારની છે-(૧) સર્વશંકા અને (૨) દેશશંકા “અહંત ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ વાસ્તવિક રીતે મોક્ષ માગ છે કે નહીં?” આ પ્રકારની શંકા તે સર્વશંકા છે. અપકાય આદિના જીવ છે કે નહીં? આ દેશશંકા છે.
ભગવાને કેવલજ્ઞાન વડે જોઈને પ્રવચનમાં અપકાય આદિના નું અસ્તિત્વ પ્રગટ કર્યું છે; આ શંકાની પૂર્વકેટિ છે. આત્માનું ચેતનાલક્ષણ સ્પષ્ટરૂપથી જોવામાં આવતું નથી તેથી અપકાય આદિ અજીવ છે, આ શંકાની બીજી કેટિ છે.
માતા-પિતા આદિને સંબંધ તથા ધન, ધાન્ય સ્વજન આદિને સંબંધ પૂર્વ સગ કહેવાય છે, ઉપલક્ષણથી સાસુ, સાસરા આદિને સંબંધ પશ્ચાતસંગ કહેવાય છે. આ બન્ને સંગને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી અણગાર થયા છે, તે શ્રદ્ધાનું પાલન કરે, અર્થાત તેની નિરતિચાર (વિના અતિચાર) રક્ષા કરે.
શ્રદ્ધાસ્વરૂપ
શંકા–તે શ્રદ્ધા કેવી છે, કે જેના વિના સાધુપણું રહી શકે નહિ?
સમાધાન–જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા કરવી, રૂચિ થવી, અભિપ્રીતિ થવી, તે સમ્યગ્દર્શન શ્રદ્ધા છે, “ આ તત્વ આવું જ છે એ પ્રમાણે પાકે નિશ્ચય કરવો તે શ્રદ્ધા છે. “જિન ભગવાને જે કહ્યું છે તે સત્ય અને સદેહરહિત છે? એ વચન પ્રમાણે એ નિશ્ચય કર કે જગતના અજોડ બન્યું વીતરાગ ભગવાને જેવું નિરૂપણ કર્યું છે, તે પ્રમાણે જીવાદિ તત્ત્વ સત્ય છે. આ શ્રદ્ધાનું સ્વરૂપ છે
અથવા–મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી, પશમથી, અથવા ક્ષયથી આત્માની એક અપૂર્વ જ્ઞાનાવસ્થા ઉત્પન્ન થાય છે. જેમ મલીન પાણીમાં કતકફળનિર્મળાફળનું ચૂર્ણ નાંખવાથી જલ સ્વચ્છ થઈ જાય છે. એવી સ્વચ્છ–નિર્મલ આત્મદશા શ્રદ્ધા કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૧