________________
શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ શ્રદ્ધાથી નરક આદિ ગતિઓમાં ઘોર અને બહુજ અસાતાની વેદના જોઈને. તથા એ વેદનાના ભયથી મોક્ષમાર્ગને આશ્રય લઈને મોક્ષા ભિલાષારૂપી સંવેગને શીઘ્રજ સ્વીકાર કરી લે છે. તે અનન્તાનુબંધી કષાયને ક્ષય કરે છે. અને નવીન કર્મના બંધને રેકી દે છે. મિથ્યાત્વને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વનું નિરતિચાર પાલન કરે છે. આ પ્રમાણે અત્યન્ત નિર્મલ દર્શનવિચદ્ધિના કારણે કઈ-કઈ ભવ્ય જીવ એજ ભવમાં મુક્ત થઈ જાય છે, અને કઈ-કઈ ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ મિથ્યાત્વમેહનીય કર્મના સંપૂર્ણ ક્ષયથી શુદ્ધક્ષાયિકસમ્યકૃત્વી જીવ ત્રણ ભામાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
અહંત ભગવાનના પ્રવચનમાં પ્રગાઢ-સજજડ પ્રીતિ હોવાના કારણે સર્વ ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ થાય નહિ તે નિર્વ છે. “કામગસમ્બન્ધી અધ્યવસાય આ લેકમાં અત્યન્ત દુઃખદાયક છે, અને પરલોકમાં પણ અત્યન્ત કટુક નરકગતિ આદિ રૂપ ફળ દેવાવાળા છે, એટલા માટે કામગસઍધી અધ્યવસાયથી મારે શું લેવા દેવા છે. તેને ખૂબ પરિશ્રમ કરીને ત્યજી દેવા જોઈએ. આ પ્રકારનું આત્મિક પરિણામ તે નિર્વેદ કહેવાય છે. નિર્વેદનું સ્વરૂપ અને ફલ આ પ્રકારે કહ્યું છે–
“ભગવાન ! નિર્વેદથી જીવને શું લાભ થાય છે?
નિવેદથી જીવને દેવતા, મનુષ્ય અને તિર્યંચસમ્બન્ધી કામગોમાં શીધ્રજ વિરકિત ઉત્પન્ન થાય છે. સર્વવિષયોથી જીવ વિરકત થઈ જાય છે. સર્વ વિષયોથી વિરકત થઈને આરંભને પરિત્યાગ કરતે થકે સંસારમાગને ત્યજી દે છે. અને મેક્ષમાર્ગને અંગીકાર કરે છે.” (ઉત્તરા૦ અ૦ ૨૯)
હું ક્યારે સંસારને ત્યાગ કરૂં? આ પ્રકારના નિર્વેદથી જીવને દેવ, મનુષ્ય અને તિર્યંચ સમ્બન્ધી કામગોમાં અનાસક્તિ પ્રાપ્ત થાય છે, તે વિષયને સ્પષ્ટ કરે છે કે –જીવ સર્વ વિષથી વિરક્ત થઈ જાય છે. અર્થાત્ આ અનર્થના કારણભૂત વિષયોથી બસ કરે?” આ પ્રકારને વૈરાગ્ય પામે છે. વૈરાગ્ય પામીને જીવ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરી દે છે. સાવદ્ય વ્યાપારને ત્યાગ કરતે થકે મિથ્યાત્વ, અવિ. રતિ આદિ સંસારમાર્ગને છેડે છે, અને સંસારમાર્ગને ત્યાગ કરીને સમ્યગ્દર્શન આદિરૂપ મેક્ષમાર્ગને પ્રાપ્ત કરી લે છે.
અનુ અર્થાત્ અનુકૂલ, જૂન અર્થાત્ રક્ષા કરવાની ચેષ્ટા કરવી તે અનુષ્પ છે. અર્થાત-જિન ભગવાનના ઉપદેશ પ્રમાણે જીવે પર કરણાભાવ થ, કેઈના પ્રાણેને વિગ કરે નહિ, બીજાના દુખ દૂર કરવાં, મરતાં અને મરાતાં પ્રાણીઓને પ્રાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૩