________________
વેદના બતાવીને હવે એ બતાવે છે કે –પૃથ્વીકાયને આરંભ કરવામાં કમને બંધ થાય છે-“’ ઈત્યાદિ.
મૂલાથ–પૃથ્વીકાયને આરંભ કરવાવાળાને આ (પૂર્વોક્ત) આરંભ જ્ઞાન હતું નથી. (૬)
ટીકાથ–પૃથ્વીકાયમાં સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ દ્રવ્યશાસ્ત્રને તથા મન, વચન, કાયાનાં દુપ્રણિધાન (ખરાબ ભાવ)રૂપ ભાવશાસ્ત્રને વ્યાપાર કરવાવાળાને ખબર નથી હોતી કે–પૂર્વોકત (પૂર્વે કહેલા) સત્તાવીસ પ્રકારના ખનન (ખાદ) એ પ્રમાણે કૃષિ-ખેતી આદિરૂપ સાવદ્ય-વ્યાપાર કર્મબંધનું કારણ છે. તાત્પર્ય એ છે કે જે પુરૂષ પૃથ્વીકાયને આરંભ કરે છે, તેને એ માલુમ નથી કે આ સાવદ્ય વ્યાપાર કર્મ બંધનું કારણ છે. આ માલુમ નહિ હોવાથી તે ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી દૂર જ રહે છે. દા.
પૃથિવીકાયના સમારંભનું પરિજ્ઞાન હોવાથીજ પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે, આ વાત બતાવે છે-“પ્રત્ય” ઈત્યાદિ.
મૂલાથ–પૃથ્વીકાયમાં શાસ્ત્રને આરંભ નહિ કરવાવાળાને આ આરંભની ખબર હેય છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ પોતે પૃથ્વીકાયના શસ્ત્રને આરંભ કરતા નથી; બીજા પાસે પણ પૃથ્વીકાયના શસ્ત્રને આરંભ કરાવતા નથી. અને પૃથ્વીકાયને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપતા નથી. એ પૃથ્વીકર્મ–સમારંભને જાણવાવાળા જ મુનિ છે, તે પરિજ્ઞાતકર્મા છે, એ પ્રમાણે હું કહું છું. (૭)
ટીકાથ–પૃથ્વીકાયમાં સ્વકાર્ય પરકાય આદિ શને આરંભ નહિ કરવાવાળાને એ પૂર્વોક્ત સાવધ વ્યાપારરૂપ આરંભની ખબર હોય છે, તે આરંભેને જાણવાવાળા અર્થાત જ્ઞપરિજ્ઞાથી પૃથ્વીકાયસમ્બન્ધી આરંભેને કર્મબંધનું કારણ, તથા અનન્ત નરક નિગેદના દનું કારણ જાણીને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. હવે ઉપસંહાર કરે છે–
પૃથ્વીકાયના આરમ્ભને બંધનું કારણ જાણીને બુદ્ધિમાન સત્ –અસતના ભેદને જાણવા-સમજવાવાળા, દ્રવ્યભાવરૂપ પૃથ્વીશને પિતે વ્યાપાર કરતા નથી. બીજા પાસે વ્યાપાર કરાવતા નથી, અને વ્યાપાર કરવાવાળાને અનુમોદન પણ કરતા નથી. આ પ્રમાણે મન, વચન, કાયાના ભેદથી, અને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૬