________________
ટીકા–“રથ' શબ્દ નવું વાક્ય આરંભ કરવાનું પ્રગટ કરે છે “કહું છું' અર્થાત્ પૃથ્વીકાયની વેદનાના વિષયમાં કહું છું–જેમ કેઈ મનુષ્ય અન્ય અર્થા–જન્મથી અંધને (આંધળે છે તેને) ભેદે છે. અહિં જંપદ તે ઉપલક્ષણ છે, તેનાથી બહેરા મૂંગા, લંગડા આદિ પણ ગ્રહણ કરી લેવા જોઈએ.
જે જીવ મૃગલેઢાની માફક જન્માંધ છે. (જન્મથી આંધળે છે) જન્મથી; બહેરે છે. જન્મથીજ મૂંગે છે જન્મથી લંગડો છે. હાથ-પગ આદિ વિભિન્ન અવયના જેના શરીરમાં ભેદ નથી, અને તે પૂર્વભવના અશુભ કર્મોના ઉદયથી પિતાના હિતની પ્રાપ્તિ તથા અહિતના પરિવારમાં અસમર્થ છે, અત્યન્ત દયાપાત્ર-દશાને પ્રાપ્ત છે, આ પ્રકારના જન્માંધ વગેરેને કેઈ કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દય થઈને આવેશની સાથે બહુજ તીક્ષણ ભાલા વગેરેથી ભેદે છે (વિંધે છે), અત્યન્ત તીખી ધારવાળી ફરસી, કુઠાર આદિથી છેદે છે, તે ભેદન–છેદનના સમયે પિતાના અંગનું ભેદન- છેદન કરનારને તે દેખતે નથી, સાંભળતું નથી, ઊંચા અવાજથી શોર-બકોર કરી શકતું નથી. એટલામાત્રથી તેમાં અજીવપણું અથવા વેદનાને અભાવ નિશ્ચિત કરી શકાતું નથી, તેમ કહેવાતું પણ નથી. એ પ્રમાણે પૃથ્વી સચેતન છે અને તેને વેદના પણ થાય છે. એ વાત નિશ્ચિત થઈ જાય છે. અર્થાત્ જેવી રીતે મૃગાલેઢી આ પ્રમાણે-બહેરા, મૂંગા, લંગડા આદિ પુરૂષને વેદના થાય છે, તે પ્રમાણે પૃથ્વીકાયને પણ વેદના થાય છે.
અથવા-સ્પષ્ટ ચેતનાવાળા જન્મા આદિપંચેન્દ્રિય જીના પગ,ઢીંચણ, જાંઘ,જાન, ઉર કમર, નાભિ, ઉદર, પાર્શ્વ, પૃષ્ઠ, ઉર–છાતી, હૃદય, સ્તન, સ્કંધ, બાહું હાથ, આંગલી, નખ, ગ્રીવા દાઢી, હેઠ, દાંત, જીભ, તાળું, ગળુ, લમણા, કાન, નાક, આંખ, ભમર, લલાટ, મસ્તક આદિના ભેદવા- છેદવાથી જેમ અત્યન્ત ઘર વેદના ઉત્પન્ન થાય છે, તેમ પ્રગાઢ (દઢ) મોહ અજ્ઞાનવાળા યાનદ્ધિ આદિ કર્મના ઉદયથી અપ્રકટ ચેતનાવાળા પૃથ્વીકાય આદિ જીવેને અપ્રકટ પરંતુ અત્યન્ત દારુણ વેદના થાય છે, આ વાત ભગવાને કેવલ જ્ઞાનથી સાક્ષાત્ જાણીને પ્રકટ કરી છે.
આ વિષયમાં એક બીજું દૃષ્ટાન્ત કહે છે- જો ઈત્યાદિ, જેમ કેઈ પુરુષ, સર્વ અવયથી યુક્ત કઈ પ્રાણીને તીવ્ર દ્વેષથી આવેશને વશ થઈ શસ્ત્ર આદિને પ્રહાર કરીને ચેષ્ટારહિત-મૂછિત કરી નાખે છે, તથા કઈ તે મૂછિત પુરૂષને પ્રાણહીન કરે છે. તે મૂછિતમાં વ્યક્ત વેદના નથી. તે પણ અવ્યક્ત (જાણું–જોઈ શકાય નહિ તેવી રીતે) અત્યન્ત ઘર વેદના થાય છે. એ પ્રમાણે પૃથ્વીકાયમાં પણ શેર વેદના થાય છે. પા
આ પ્રમાણે પૃથવીકાયની સચિત્તતા અને શસ્ત્ર આદિના આઘાતથી થવાવાળી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૫