________________
આ પ્રથવીકાયને ઘાત કરે છે. છેદન કરે છે. ભેદન કરે છે, તેને પ્રાણહીન બનાવે છે. તથા પૃથ્વીકાયના સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રોને ઉપયોગ કરતા થકા અપૂકાય આદિ અનેક ત્રસ–સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે.
તાત્પર્ય એ છે કે–પૃથ્વીકાયની હિંસા દ્વારા સમસ્ત ષડૂજીવનિકાયરૂપ લોકની હિંસા કરે છે. આ પ્રમાણે અત્યન્ત ઘોર પાપ કરીને વારંવાર કર્મબંધ કરે છે. અને
ત્યાં સુધી કે નરકને પ્રાપ્ત કરીને પણ નરક માટે જ પ્રવૃત્તિ કરે છે, મોક્ષ માટે કરતા નથી. (૪)
પૃથ્વીકાયના જીવમાં શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસના-ઈન્દ્રિય અને મન નથી, તે પછી તેને દુઃખને અનુભવ કેવી રીતે થઈ શકશે? અને એવી અવ. સ્થામાં પૃથ્વીકાયને આરંભ કરવાવાળાને કર્મબંધ કેમ થઈ શકશે? આ શંકાનું સમાધાન કરવા માટે સૂત્ર કહે છે –“રે મિ. ” ઇત્યાદિ.
મૂલાથ– હું કહું છું કેઈ આંધળાને ભેદન કરે, કેઈ આંધળાને છેદન કરે, કેઈ પગને કાપે, કેઈ પગને છેદે કઈ ગુફ-(ઘુંટી)ને ભેદે, છેદે, કઈ પડીને ભેદે, છેદે, કઈ ઘુંટણને ભેદે છેદે, કઈ જાંઘને ભેદે છેદે,કેઈકમરને ભેદે છેદે કેઈનાભિ(ડુંટી)ને ભેદે છેદે કઈ પિટને ભેદે છેદે, કેઈ પાંસળીઓને ભેદે છેદે કઈ પીઠને ભેદે છેદે, કેઈ-છાતીને ભેદે છેદે કોઈ હદયને ભેદે છે, કેઈસ્તનને ભેદે છે, કઈ કાંધને ભેદે છે, કેઈબાહુને ભેટે છેદે, કેઈ હાથને ભેદે છેદે, કેઈ આંગલીને ભેદે-છેદે, કેઈ નખને ભેદે છેદે, કેઈ ગર્દનને ભેદે છેદે, કેઈ ડાઢીને ભેદે છેદે, કઈ હેઠને છેદે ભેદે, કઈ દાંતને ભેદે છેદે, કેઈ જીભને ભેદે છેદે, કોઈ તાલુ-તાળવા)ને ભેદે-છેદે, કઈ ગળાને ભેદે-છેદે, કેઈ ગંડસ્થલ (લમણા) કાનપટીને ભેદે છેદે, કોઈ કાનને ભેદે-છેદે, કેઈ નાકને ભેદે-છેદે, કઈ આંખને ભેદે-છેદે, કેઈ ભંમરને ભેદ-છેદે, કેઈ લલાટને ભેદ-છેદે, કઈ શિરને ભેદે-છેદે, કેઈ મારીને બેહોશ કરી દે, અથવા કોઈ મારીજ નાંખે, આ પ્રમાણે ઈન્દ્રિયબલહીન હોવા છતાં પણ તેને વેદનાને અનુભવ થાય છે. (૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૪