________________
દેખાઈ આવે તેવી છિન્નતા આદિને અપલાપ (છતી વસ્તુ દેખાય તે ન કહેવી કે નથી દેખાતી) કરી શકાશે નહિ, એ માટે પૃથ્વી આદિ પણ જીવનું શરીર સિદ્ધ થાય છે. પૃથ્વી આદિ જીવનાં શરીર છે. એ પ્રકારનું નિરૂપણ કરવાથી હાથ-પગની પ્રમાણે તેમાં પણ કેઈ સમય ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેની હમેશાં અને સર્વથા નિજીવતા સિદ્ધ થઈ શકતી નથી. પૃથ્વી આદિ કદાચિત્ નિર્જીવ હોય છે, તે તેનું કારણ શસ્ત્રને ઉપઘાત છે. (હથિઆરથી કપાવું–દાવું તે છે) શસ્ત્રના પ્રયોગથી જેમ હાથ–પગ અવયવ નિર્જીવ થઈ જાય છે, તે પ્રમાણે પૃથ્વી પણ નિર્જીવ થઈ જાય છે.
પૃથ્વી સચિત્ત છે. અને અનેક ઈવેથી અધિષિત છે. આ વિષયમાં આગમ પ્રમાણ પણ છે. તે આ પ્રમાણે
“પૃથ્વી સચિત્ત કહેવામાં આવી છે, તેમાં અનેક જીવ છે, અને તે સર્વેની સત્તા પૃથપૃથફ છે; શસ્ત્રપરિણત પૃથ્વીને ત્યજીને.” (દશવૈકાલિક, ૪–અ)
અર્થાત–પૃથ્વી સજીવ છે, એવું ભગવાને કહ્યું છે. તેમાં અનેક એકેન્દ્રિય જીવ છે. તે સર્વ જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગની શરીર–અવગાહનાવાળા ભિન્ન-ભિન્ન રૂપમાં સ્થિત છે. અહિં સત્ત્વને અર્થ એકેન્દ્રિય જીવ સમજવું જોઈએ.
શંકા–પૃથિવી અગર સચિત્ત છે તે સચિત્ત પૃથ્વી પર જવા આવવાની ક્રિયા કરવાવાળા સાધુઓનું અહિંસાવ્રત સ્થિર કેવી રીતે રહી શકે છે? ઉલટું મલમૂત્ર આદિને ત્યાગ અનિવાર્ય છે, તેથી હિંસા થવી પણ અનિવાર્ય છે. એવી સ્થિતિમાં અહિંસાનું પાલન કરવું તે વંધ્યાપુત્રના પાલન કરવા સમાન અસંભવ છે.
સમાધાન–શાસ્ત્રમાં કહ્યું છે કે – “કસ્થ સંસ્થપરિબળ” અર્થાત્ શસ્ત્રપરિણત પૃથ્વીને ત્યજી બીજી પૃથ્વી સચિત્ત છે. જેના દ્વારા પ્રાણિગણનું હનન (નાશ) થાય તેને શસ્ત્ર કહે છે. તાત્પર્ય એ છે કે જે જેના વિનાશનું કારણ છે તે તેના માટે શસ્ત્ર છે. શરના બે ભેદ છે. દ્રવ્યશસ્ત્ર અને ભાવશાસ્ત્ર, સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ દ્રવ્યશસ્ત્ર છે. પૃથ્વીનું શસ્ત્ર પૃથ્વી સ્વકાય-શસ્ત્ર છે, જેમ કાલી માટીનું શસ્ત્ર સફેદ માટી છે. પરકાય-શસ્ત્ર જેમકે જલ, અગ્નિ, છાણ, પગ, ગાડીનું ચાક આદિ. જલ– પાણી આદિથી મળેલી માટી ઉભયકાય–શસ્ત્ર છે. આ પ્રમાણે શસ્ત્રથી પરિણત પૃથ્વી અચિત્ત થઈ જાય છે. એટલા માટે તેના પર મળ-મૂત્રાદિ ત્યાગ કરવાવાળા મુનિઓના અહિંસાવ્રતમાં કેઈ હાનિ પહોંચતી નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૫