________________
તે પ્રમાણે મનુષ્યના સમાન ઘાવનું ભરાઈ જવું તે પણ એક ચેતનાનું લક્ષણ છે, અને તે પૃથ્વીકાયમાં વિદ્યમાન છે.
અથવા–પૃથિવી સજીવ છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘસાવું અને વધવું તે જોવામાં આવે છે, પગના તળીઆની પ્રમાણે. તાત્પર્ય એ છે કે-જેમ પગના તળી. આને ભાગ ઘસાય છે અને ફરી પાછા પુષ્ટ થઈ જાય છે તે પ્રમાણે પૃથિવી પણ પ્રતિદિન ઘસાય છે અને ફરી પાછી ભરાઈ જાય છે, તેથી પૃથિવી પણ સજીવ છે.
અથવા–મુંગા પરવાળા) પાષાણ આદિરૂપ પૃથ્વી સજીવ છે કેમકે-તેમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ વગેરે જોવામાં આવે છે. જેવી રીતે શરીરના હાડકાં આદિ. તાપર્ય એ છે કે-જેવી રીતે શરીરના હાડકાં આદિ કાચબાની પીઠ જેવા કઠોર હોવા છતાંય પણ સચિત્ત માલૂમ પડે છે, અને વૃદ્ધિને પ્રાપ્ત થતાં હોય તેમ દેખાય છે, તે પ્રમાણે મૂગા (પરવાળાં) શિલા આદિ રૂપ પૃથ્વીમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ આદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે, આ કારણથી પૃથ્વી સચિત્ત છે.
અથવામૂંગા (પરવાળાં) આદિ પૃથ્વી સચિત્ત છે. કેમકે–તેનું છેદન થવાથી ત્યાં તેની સજાતીય ધાતુ, ઉત્પન્ન થાય છે, અર્શ (મસ્સા)ના અંકુર પ્રમાણે, જેમ અને અંકુર એકવાર કાપી નાંખવા છતાંય પણ ફરીથી ત્યાં તે જાતિને અંકુર ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મૂંગા-શિલા આદિરૂપ પૃથ્વિનું ખાણ આદિમાં છેદન કરી દેવા છતાંય પણ તેની સજાતીય ધાતુઓથી તે ખાલી સ્થાન ભરાઈ જાય છે, તે કારણથી પૃથ્વીની સચિત્તતા સિદ્ધ થઈ
બીજું પણ પ્રમાણ લઈએ, જેમ સાસ્ના (ગાયના ગળામાં લટકવાવાળી ચામડી) સીંગ આદિ અવયન સમુદાયરૂપ-ગાય, ભેંસ આદિના શરીર છિન્ન, ભિન્ન, ઉક્ષિપ્ત, પૃષ્ટ, દષ્ટ, અને દ્રવ્યત્વના કારણથી જીવનું શરીર છે, તે પ્રમાણે પૃથ્વી આદિમાં પ્રત્યક્ષ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૪