________________
બીજી વાત એ છે કે-જીવના જે લક્ષણ છે તે સર્વ પૃથ્વીમાં જોવામાં આવે છે. હા. પૃથ્વીકાયમાં સ્થાનધિનામક દર્શનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન-દર્શનરૂપ ઉપગશક્તિ પ્રકટ રૂપમાં નથી. પૃથ્વીમાં અવ્યક્ત રૂપમાં ઉપયોગ રહે છે.
તથાઔદ્યારિક ઔદારિકમિશ્ર અને કામણ શરીરરૂપ કાગ વૃદ્ધપુરૂષની લાકડી સમાન તેના આલંબન માટે વિદ્યમાન છે. પૃથ્વીમાં આત્માના પરિણામ, માનસિકચિત્તારૂપ અધ્યવસાય પણ મોજુદ છે.
પૃથ્વીમાં સાકાર ઉપગના અન્તર્ગત મતિ અને શ્રત અજ્ઞાન પણ જોવામાં આવે છે. એકલી સ્પશેન્દ્રિય હોવાથી અચક્ષુદર્શન પણ છે. અને સેવાર્ત સંહનન, એ પ્રમાણે ચન્દ્ર-મસૂર સંસ્થાન પણ છે.
મિથ્યાત્વ આદિ કારણ વિદ્યમાન હોવાથી આઠ પ્રકારનાં કર્મબંધ પણ થાય છે. કૃષ્ણ, નીલ, કાપત, અને તેજસ. આ ચાર લેસ્યાઓ પણ પૃથ્વીકાયમાં છે. સૂક્ષ્મપૃથ્વીકાયમાં આદિની ત્રણ વેશ્યાઓ છે. આહાર આદિ સંજ્ઞાઓ પણ તેમાં છે.
પૃથ્વીમાં વેદના, કષાય અને મારણાન્તિકસમુદ્રઘાત છે. અસંજ્ઞીપણું છે. નપુંસક વેદ છે અને ચાર પર્યાપ્તિઓ પણ છે. પૃથ્વીકાયના જીવ નિરંતર શ્વાસોચ્છવાસ લેતા રહે છે. આ પ્રમાણે ઉપગથી લઈને શ્વાસ પર્યત જીવના લક્ષણેથી યુક્ત હેવાથી પૃથ્વી મનુષ્ય પ્રમાણે સચિત્ત છે. તે વાત સિદ્ધ થઈ
શંક–જીવનું લક્ષણ ઉપગ વગેરે પૃથિવીકાયના જીવનમાં કોઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી. એવી સ્થિતિમાં જ્યાં ઉપગ આદિ જવના લક્ષણનું હોવું તે નકકી નથી. એ અસિદ્ધ કથનથી પૃથ્વીની સચિત્તતા કેવી રીતે સિદ્ધ થઈ શકે છે?
સમાધાન–પૃથિવીકાયના જીવનમાં સારી રીતે સ્પષ્ટ) વ્યક્ત ઉપગ આદિ લક્ષણ ભલે ન હોય, પરંતુ અવ્યકત કપમાં તો વિદ્યમાન છેજ. જેમ કે ઈ મનુષ્ય ખૂબ પેટભરીને ઘણું નીસાવાળી મદિરાનું પાન કરી લે અને પિત્તના પ્રકોપથી મછિત થઈ જાય તે તેની પણ ચેતના અવ્યક્ત થઈ જાય છે, એટલે તેને અચિત્ત કહી શકતા નથી. એ પ્રમાણે પૃથ્વીકાયના જીવમાં અવ્યક્ત ચેતના છે.
શંકા–અવ્યક્ત ચેતનાના બાધક તરીકે ઉસ વગેરે મનુષ્યની સચિત્તતાને પ્રગટ કરે છે પરન્તુ અહિં (પૃથ્વીમાં) તે ચેતનાનું કઈ પણ લક્ષણ જોવામાં આવતું નથી. એવી સ્થિતિમાં પૃથ્વીની સચેતનતા કેવી રીતે માની શકાય?
સમાધાન–જેવી રીતે મનુષ્યના શરીરમાં ઘાવ-ઉંડે જખમ થઈ જાય છે તો તે સ્થાનમાં માંસ આદિ રહેતું નથી. પાછળથી ઘાવ રૂઝાઈ જતાં તે માંસથી ભરાઈ જાય છે. એ પ્રમાણે ખેદેલી ખાણની ભૂમિ પોતાના સજાતીય અવયથી ભરાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૭ ૩