________________
પૃથિવીકાય પ્રરૂપણા
(૨) પ્રરૂપણાકારપૃથ્વીકાયના જીવ સૂથમ અને બાદરના ભેદથી બે પ્રકારના છે. સૂકમનામકર્મના ઉદયથી સૂક્ષમ અને બાદરનામકમના ઉદયથી બાદર થાય છે. અહિં સૂક્ષમતા અને બાદરતા. બેર અને આંબળાની પ્રમાણે સાપેક્ષ સમજવી નહિ જોઈએ.
સૂક્ષમ જીવ પણ બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત-જીવ કાજળની કુપીના સમાન સંપૂર્ણ લેકમાં ભરેલા છે.
બાદર પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. એ જીવ લેકના એક દેશમાં છે. તેના બે ભેદ છે. સ્લર્ણ અને ખર, શ્વણ બાદર પૃથ્વીના સાત ભેદ છે. કૃષ્ણ, નીલ, લેહિત (લાલ) પીત, શુકલ, પાંડુ અને પનક. ખર–બાદર પૃથ્વીના ચાલીસ ભેદ છે–તે આ પ્રમાણે છે –
(૧) શુદ્ધ પૃથિવી; (૨) શર્કરા પૃથિવી, (૩) વાલુકા પૃથિવી, (૪) ઉપલ, (૫) શિલા, (૬) લવણ-નમક, (૭) ઉષ-ક્ષાર, (૮) લેહા, (૯) ત્રાંબા, (૧૦) રાંગા-કલાઈ (૧૧) સીસા, (૧૨) ચાંદી, (૧૩) સોના, (૧૪) વા, (૧૫) હરતાલ, (૧૬) હીંગુલ, (૧૭) મનશીલ, (૧૮) પારે, (૧૯) સુરમ, (૨૪) રૂચક, (૨૫) અંક-રત્ન, (૨૬)
સ્ફટિક, (૨૭) લેહિતાક્ષ, (૨૮) મરકત, (૨૯) મસારગલ, (૩૦) ભુજ મેચક, (૩૧) ઈન્દ્રનીલ, (૩૨) ચન્દન, (૩૩) ગેરૂ, (૩૪) હંસગર્ભ, (૩૬) પુલક, (૩૬) સૌગંધિક, (૩૬) ચન્દ્રપ્રભ–ચંદ્રકાન્ત, (૩૮) વૈડૂર્ય, (૩૯) જલકાન્ત, (૪૦) સૂર્યકાન્ત. આ શુદ્ધ પૃથ્વી આદિ ચાલીશ જ્યારે પોતાનાં આકર-ખાણમાં રહે છે તે સચિત્ત હોય છે. છાણ, કચરા, સૂરજને તડકો વગેરેના સંપર્કથી તે અચેતન થઈ જાય છે. જ્યાં બાદર પૃથ્વીકાયને એક જીવ હોય છે, ત્યાં અસંખ્યાત જીવ નિયમથી હોય છે.
એ પ્રકારે અપૂ, તેજ, વાયુ અને પ્રત્યેકવનસ્પતિમાં પણ સમજવું જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૬