________________
તથા-એ પ્રમાણે કહી ચૂકયા છીએ કે આત્મા કર્મોના સ્વરૂપને સમજીને અને સમસ્ત સાવદ્ય વ્યાપારથી વિરત (દર) થઈને મુનિ થઈ જાય છે, પણ જેઓ કર્મોના સ્વરૂપને સમજ્યા નથી તે આત્માની સ્થિતિ કેવી થાય છે? એવી જીજ્ઞાસા થવાથી કહે છે-“” ઈત્યાદિ.
મૂલાથ–(કર્મબંધના સ્વરૂપને નહી સમજવાવાળા) આરંક પરિજીર્ણ છે. અસમર્થ છે. બેધ પામવામાં અશક્ત છે. અજ્ઞાન છે. આ લેકમાં દુખી છે. જાદા-જુદા ઇને જુએ તે આતુર-અજ્ઞાની થઈને જીવેને પરિતાપ પહોંચાડે છે. (૧)
જીવ કે વિશિષ્ટ જ્ઞાન કે અભાવના કારણ
ટીકાર્યું–લોક અર્થાત્ પૃથ્વીકાય આદિ છ પ્રકારના જીવસમૂહ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોના બંધના કારણે સાવદ્ય વ્યાપારના સ્વરૂપને નહિ સમજીને આર્ત થાય છે. વિષય સુખની તૃષ્ણાથી વ્યાકુલ થાય છે. તે કારણથી તે શારીરિક અને માનસિક દુઃખની આગથી સંતસ-ખૂબતપેલા છે. અથવા ક્ષાપશમિક ભાવના અભાવના કારણે મેક્ષમાર્ગમાં પ્રવૃતિ કરી શકતા નથી. એ કારણથી તે બ્રહ્મદત્તની પેઠે ચરણ અને કરણની શિક્ષા લેવામાં પણ અસમર્થ છે, એવા જીવ વિજ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાનથી રહિત હોય છે. આ કારણથી તેને પૂર્વભવની સ્મૃતિરૂપ વિશિષ્ટ (જાતિસ્મરણું) જ્ઞાન પણ થતું નથી.
“ચ” (દેખે–જુવે) આ પદથી શિષ્યના સાધનનું અધ્યાહાર કરવામાં આવ્યું છે, હે શિષ્ય! પૂર્વોપાર્જિત કર્મોના ઉદયથી ભૂખ, તરસ, ત્રાસ, ઈષ્ટવિયેગ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૭૦