________________
વિચરવું. જે તીર્થકર ભગવાન મહાવીર પાસે મેં સાક્ષાત સાંભળ્યું છે, તેજ
શ્રી”==હું કહું છું, પિતાની બુદ્ધિથી કલિપત કહેતું નથી. પિતાની બુદ્ધિથી— તીર્થકરની વાણીની અપેક્ષા નહી રાખીને કહીએ તે શ્રુતજ્ઞાનને અવિનય થાય છે. બીજી વાત એ છે કે –છદ્મસ્થની દૃષ્ટિ પણ અપૂર્ણ હોય છે, તે કારણથી ભગવાન દ્વારા પ્રતિપાદન કરાએલું તત્વજ હું તમને કહું છું. અહિં આ સંગ્રહગાથા છે.–
“સુખના અભિલાષી ભવ્યેએ શ્રતજ્ઞાનના અવિનયને ત્યાગ કરે જોઈએ. છઘની દષ્ટિ પૂર્ણ હેય નહી. એ પ્રમાણે “ત્તિ શબ્દથી સૂચના કરવામાં આવી છે.”(૭)
સાવદ્ય ક્રિયા ષડૂજીવનિકાય માટે શસ્ત્ર (હથીઆર) સમાન ઘાતક છે. એ કારણથી સાવદ્ય ક્રિયાના સ્વરૂપને બંધ કરાવનારું આ પ્રથમ–અધ્યયન છે, તેનું શસ્ત્રપરિજ્ઞાનામ પડયું છે.
નામક પ્રથમ અધ્યયનને પ્રથમ ઉદેશ
સંપૂર્ણ (૧-૧)
દૂસરે ઉદેશકા ઉપક્રમ
પહેલા અધ્યયનને – બીજો ઉદેશ. પહેલા ઉદેશમાં સામાન્યરૂપથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે વિશેષરૂપથી આત્માનું સ્વરૂપ સમજાવવાના ઉદેશથી બીજા ઉદેશને આરંભ કરવામાં આવે છે, તેનું આ આદિસૂત્ર છે-“અ” ઈત્યાદિ.
તથા–પહેલા ઉદ્દેશમાં બતાવવામાં આવ્યું છે કે કેઈકેઈ ને પૂર્વ ભવના સ્મરણરરૂપ વિશિષ્ટ–ઉત્તમ અસાધારણ જ્ઞાન થતું નથી. તે જ્ઞાન કેમ થતું નથી? એવી જીજ્ઞાસા થવાથી કહે છે-“અ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૬૯