________________
એકજ આત્માનું ત્રિકાલવતી અમુક-અમુક ક્રિયાઓની સાથે સંબંધ દેખાડવાથી ક્ષણિકવાદનું પણ ખંડન કરવામાં આવ્યું છે. ભગવાને એ પણ પ્રગટ કરી દીધું છે કે પેાતાની પરિણતિરૂપ ક્રિયાઓ કરતા આત્મા મતિજ્ઞાનથીજ એ જાણી લે છે કે-તે ત્રિકાલવતી છે. એ કારણથી આત્માના વિષચમાં આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
જેમ મૃગતૃષ્ણામાં ફસાઈને મૂઢ મૃગ કષ્ટ પામે છે તે પ્રમાણે જાત-જાતના વિષયાથી આકૃષ્ટ થઈને-ખેંચાઇને મેહરૂપી ખાડામાં પડી જઈને સુખની લાલસાથી જે આરંભ પરિગ્રહરૂપ સાવદ્ય ક્રિયામાં ઉદ્યમી થઈને વૃથા આયુ ગુમાવ્યું હતું, તે હું આજે જન્મ-જરા-મરણુ-આધિ-વ્યાધિ વગેરે વિવિધ પ્રકારનાં દુઃખાથી પરિપૂર્ણ અને તુચ્છ ઇન્દ્રિયèાગા દ્વારા એવા જર્જરિત કરવામાં આવ્યો છું કે જેમ-પર્વત ઉપરનું ઝાડ વાવાઝોડાથી જર્જરિત થઈ જાય છે. ‘હવે હું દુઃખમય સ’સારથી છૂટકારા કેવી રીતે પામીશ આ પ્રમાણે ચિન્તારૂપી અગ્નિથી હું એવા સંતપ્ત છુ. કે જેમ-કાટસ્થ (ઝાડની ખખેાલમાં રહેલું) અગ્નિથી જીણુ વૃક્ષ અંદરને અંદરજ ભસ્મ થઈ જાય છે.
'
લાકમાં અર્થાત્ જિનશાસનમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને ઉત્પન્ન કરવાવાળા આટલાંજ કર્મ સમારભ છે, તેનાથી એછા કે વધારે નથી. આ પરિજ્ઞા વિષય કરવા ચૈાગ્ય છે, અર્થાંત્ પરિજ્ઞાથીજ આ બધાં જ્ઞેય અને હેય થાય છે. પરિક્ષા એ પ્રકારની છે, (૧) સુપરિણા અને (ર) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા, તેમાંથી સત્તાવીશ લંગરૂપ કર્મ સમાર ભ ( ક્રિયા-વિશેષ) જ્ઞ-રિજ્ઞાથી જાણવું જોઈએ, અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી કર્મોનું કારણ સમસ્ત કમસમારલાનો ત્યાગ કરવા જોઈએ. (સ્૦ ૬)
સૂલા—અપરિજ્ઞાત કર્મો આ પુરૂષ આ દિશાએ અને વિદિશામાં પરિ ભ્રમણ કરે છે, અને સર્વ દિશાએ એવ' અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. (૭)
ટીકા-કર્મથી પરતંત્ર જીવ ચાર ગતિરૂપ સોંસારને પ્રાપ્ત થઇને દિશાઓમાં અને વિદિશાઓમાં પરિભ્રમણ કરે છે, તથા સમસ્ત દિશાઓ અને અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. અર્થાત્ દ્રવ્યદિશાઓ અને ભાવદિશાઓની સાથે પ્રાપ્ત થાય છે. તે જીવ નિશ્ચયપૂર્વક અપરિજ્ઞાતકમાં છે; કમની કારણભૂત ક્રિયાએના સ્વરૂપને જે જાણતા નથી તે અરિજ્ઞાતકર્મા કહેવાય છે. અથવા જેને જ્ઞાનાવરણ આદિ આઠ કર્મીની કારણભૂત ક્રિયાઓને ત્યાગ ન કર્યો હોય તેને પણ અરિજ્ઞાતકમાં કહે છે. આશય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૩