________________
કર્મોના કારણભૂત પ્રાણાતિપાતની ઉત્પત્તિ કેઈ સ્થળે ત્રણ, કેઈ ઠેકાણે ચાર તથા કેઈ ઠેકાણે પાંચ કિયાએથી એવા ત્રણ પ્રકારથી હોય છે. વીશેય દંડકમાં આ પ્રમાણે સમજવું જોઈએ.
મૃગવધમેં ઉદ્યત કી ક્રિયા
મૃગવધમાં તૈયાર થનારને કિયામૃગને મારવા માટે તૈયાર થયેલે શિકારી વન, પર્વત અને જલાશય આદિમાં મગને વધ કરવા માટે જઈને મૃગ પકડવા માટે ખાડે બનાવે છે, અને તેને બાંધવા માટે જાલ રચે છે તે સમયે મૃગના વધ માટે ગમન કરવાથી, તથા ખાડે અને પાશ તૈયાર કરવાથી તેને કાયિકી આદિ ક્રિયાઓ લાગે છે. જવું, દેડવું, પકડવું આદિથી કાયિક ચેષ્ટારૂપ વાચી ક્રિયા લાગે છે. ખાડે અને જાલરૂપ અધિકરણના કારણે ગાધિરાળિજી ક્રિયા થાય છે. મૃગ ઉપર થવાવાળા દ્વેષથી પ્રાદષિજી ક્રિયા લાગે છે. મૃગના બંધાઈ જવાથી શિકારીને પારિતાનિ ક્રિયા લાગે છે. મૃગને ઘાત કરવાથી હિંસારરૂપ પ્રાણાતિપાતિજી ક્રિયા થાય છે.
પ્રથમ ક્રિયાથી જ્ઞાનાવરણ આદિ કર્મોને બંધ થાય છે, અને તેનું ફળ ભોગવવા રૂપ વેદના પછીથીજ થાય છે. કહ્યું છે કે
“હે ભગવન! પહેલાં ક્રિયા અને પછી વેદના થાય છે કે પહેલાં વેદના અને પછીથી ક્રિયા થાય છે? હે મંડિતપુત્ર! પહેલી ક્રિયા, અને પછીથી વેદના થાય છે, પહેલી વેદના અને પછીથી ક્રિયા થતી નથી.” (ભગ. શ. રૂ. ઉ. ૩).
કુસૂલ મેં લોહ ડાલને વાલે કી ક્રિયા
મૂષ આદિમાં લેતું નાખનારને ક્રિયાતપાવવા માટે મૂષમાં, લેઢાની સાણસીથી લેતું નાંખવાવાળાને કાયિકીથી લઈને પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓને સ્પર્શ થાય છે. એ પ્રમાણે લેઢાના ફાલહળની કેસ, ફરસી, કુવાડા, કદાલી, દાંતલા આદિ બનાવવામાં લુહાર વગેરેને પાંચ ક્રિયાઓ લાગે છે, કારણ કે તેમાં અવિરતિ હાજર છે. આ પ્રકારે ઘણને ઉપર રાખવામાં, કૂટવામાં ધેકનીથી ધેકવામાં, અગ્નિ બુઝાવામાં પ્રજવલિત કરવામાં અને લેડું ઠંડું કરવા માટે પાણીમાં નાખવામાં. આ પ્રત્યેક કાર્યમાં પાંચ કિયાએ લાગે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૮