________________
અલ્પ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન કહેવાય છે. તેનું આવરણીય અપ્રત્યાખ્યાનાવરણીય છે. આ કષાયચતુષ્ટય અલ્પ અર્થાત દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવૃત કરે છે (ઢાંકી દે છે). એ કારણથી એ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કષાય સ્વ૫ દેશવિરતિને પણ થવા દેતા નથી. તે સર્વવિરતિને નહિ થવાદે. એમાં આશ્ચર્યજ શું છે? જે કર્મના ઉદયથી આવિર્ભત (ઉત્પન્ન થયેલા) કષાય કેવલ વિરતિમાત્રને રેકે છે, તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
આ પ્રમાણે ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાનાવરણીય છે, અહિં પ્રત્યાખ્યાન શબ્દથી સર્વવિરતિનું ગ્રહણ કર્યું છે. જે કષાય, માત્ર સર્વવિરતિને ઘાત કરે છે, દેશવિરતિને નહી, તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનની ઉત્પત્તિનું ઘાતક હેવાથી તેને પ્રત્યાખ્યાનાવરણીય કહે છે, પહેલાથી વિદ્યમાન પ્રત્યાખ્યાનનું ઘાતક હોવાથી નહિ.
એ પ્રમાણે ક્રોધ આદિ ચાર સંજ્વલન કષાય છે, સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃત્ત, સંયમમાં લીન મુનિને દુસહ પરીષહ આવી પ્રાપ્ત થતાં જલાવવાવાળા અર્થાત્ મલિનતા ઉત્પન્ન કરવાવાળા કષાય સંજવલન કહેવાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય-કષાય–ચોકડીનું દષ્ટાન્ત બતાવે છે–ફોધનું દષ્ટાન્ત તલાવની ભૂમિરાજિ છે. અર્થાત્ તલાવની ભૂમિ ફાટવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીરના સમાન એ ક્રોધ હોય છે. માનનું ઉદાહરણ હાડકાંને સ્તંભ છે. માયાનું ઉદાહરણ ઘેટાનાં સીંગ છે, અને લેભનું દષ્ટાન્ત ગાડીની મળી (ગાડીનાં પૈડાંમાં અપાયેલા તેલનું કી) છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ચેકડીનું ઉદાહરણ–ક્રોધનું ઉદાહરણ–રેતીમાં કરેલી લીટી છે. માનનું ઉદાહરણકાષ્ઠને થાંભલે છે. માયાનું ઉદાહરણ–ચાલતા બળદીઓના મૂત્રની વાંકી-ચૂકી લીટી છે, અને લેભનું ઉદાહરણ-ખંજન–રાગ છે.
- સંજ્વલન કષાયની ચેકડીના ઉદાહરણ-ક્રોધનું ઉદાહરણ–પાણીમાં કરેલી લીટી છે. માનનું ઉદાહરણ તણખલાને થાંભલે છે. માયાનું ઉદાહરણ બઢઈ દ્વારા (સુતાર દ્વારા) લેલા લાકડાની છાલ છે અને લેભનું ઉદાહરણ-હલદરને રંગ છે.
નોકષાયમહનીયના નવ ભેદ છે-હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, વેદ, અને નપુંસકવેદ. ૨૫.
(૫) આયુષ્ય-કમના ચાર ભેદ છે-નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યા, અને દેવાયુ. જે કમના પ્રાગ્યપ્રકૃતિવિશેષાનુશાયી, અર્થાત્ જે કર્મના ઉદયથી તે-તે ગતિયોગ્ય પ્રકૃતિવિશેષમાં સ્થિત આત્મા નારકી આદિના રૂપમાં જીવે છે, અને જેના ક્ષયથી મરણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૯