________________
પામે છે, તેને આયુકમ કહે છે અથવા જેમાં જીવ અન્ય પ્રકૃતિએને ભોગવવા માટે લાવે છે તે આયુ છે. જેમ કે કાંસા આદિના વાસણમાં ચેખા, ભાત, વ્યંજન (શાક) આદિ વસ્તુઓ ભેગવવાવાળા પુરૂષ લાવે છે તે પ્રમાણે શેષ-પ્રકૃતિએ આયુમાં ભગવાય છે.
(૬) નામકર્મના ત્રાણુ (૯૩) ભેદ છે. જે કર્મ જીવને નારકી આદિ સંજ્ઞાઓનું પાત્ર બનાવે છે, તે નામકર્મ કહેવાય છે, તેના ત્રાણ (૩) ભેદ છે. તેમાં પણ મૂલ ભેદ બેંતાલીસ છે. તે આ પ્રમાણે-(૧) ગતિનામ,(૨) જાતિનામ, (૩) શરીરનામ, (૪) અંગે પાંગનામ,(૫) નિર્માણનામ,(૬) બંધનનામ,(૭) સંઘાતનામ,(૮) સંસ્થાનનામ,૯) સંહનનનામ, (૧૦) વર્ણમાન,(૧૧)ગંધનામ,(૧૨)રસનામ, (૧૩) સ્પર્શનામ, (૧૪) આનુપૂર્વનામ,(૧૫) અગુરુલઘુનામ, (૧૬) ઉપઘાતનામ, (૧૭) પરાઘાતનામ, (૧૮)આતપનામ, (૧૯)ઉદ્યોતનામ, (૨૦) ઉસનામ, (૨૧) વિહાગતિનામ, (૨૨) પ્રત્યેક શરીરનામ, (૨૩) સાધારણ શરીરનામ, (૨૪) ત્રસનામ, (૨૫) સ્થાવરનામ, (૨૨) સુભગનામ,(૨૭) દુર્ભાગનામ, (૨૮) સુસ્વરનામ, (૨૯) દુઃસ્વરનામ, (૩૦) શુભનામ, (૩૧) અશુભનામ, (૩૨) સૂકમનામ, (૩૩) બાદરનામ, (૩૪) પર્યાપ્ત નામ, (૩૫) અપર્યાપ્તનામ, (૩૬) સ્થિરનામ, (૩૭) અસ્થિરનામ, (૩૮) અદેયનામ, (૩૯) અનાદેયનામ, (૪૦) યશકીર્તિનામ, (૪૧) અયશકીતિનામ, (૪૨) તીર્થંકરનામ-કર્મ.
આ બેંતાલીસ પ્રવૃતિઓમાં જે પ્રકૃતિના અવન્તર ભેદ છે, તેને પિંડપ્રકૃતિ કહે છે. ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિએ છે. અને પાંસઠ (૬૫) તેના ભેદ છે.
(૧) ગતિનામકર્મના ચાર ભેદ–નરકગતિનામકમ, તિર્યંચગતિનામકર્મ, મનુષ્યગતિનામકર્મ અને દેવગતિનામ-કમ.
(૨) જાતિનામકર્મના પાંચ ભેદ છે—એકેન્દ્રિય જાતિનામ, કીન્દ્રિયજાતિનામ, ત્રીન્દ્રિયજાતિનામ, ચતુરિન્દ્રિયજાતિનામ, અને પંચેન્દ્રિય જાતિનામ-કર્મ.
(૩) શરીરનામકર્મના પાંચ ભેદ છે–દારિકશરીરનામ, વૈક્રિયશરીરનામ, આહારકશરીરનામ, તેજસ શરીરનામ, અને કાર્મણશરીરનામ-કમ.
જે કર્મના ઉદયથી અંગ અને ઉપાંગ થાય છે તે અંગે પાંગશરીરનામકર્મ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ઔદારિક અંગોપાંગ, વકિયઅંગોપાંગ અને આહારક -અંગોપાંગ. તેમાં અંગ આઠ હોય છે– છાતી, શિર, પીઠ, પિટ બે હાથ અને બે પગ. વંદના કરવામાં પાંચ અંગ પ્રશસ્ત માન્યાં છે. બે પગ બે હાથ અને શિર-માથું. અહિં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૦