________________
ઉત્તર પ્રકૃતિ સંખ્યા (૧૪૮)
ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા– જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિએની સંખ્યા (મધ્યમ વિપક્ષાથી) એકસોને અડતાલીસ (૧૪૮) છે. તે આ પ્રમાણે–
(૧) જ્ઞાનાવરણીયની પાંચ – (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મનઃપયજ્ઞાનાવરણીય, (૫) કેવલજ્ઞાનાવરણીય.
(૨) દર્શનાવરણીયની નવ છે. (૧) ચક્ષુર્દર્શનાવરણીય, (૨) અચક્ષુર્દશનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, તથા (૫) નિદ્રા, (૬) નિદ્રા–નિદ્રા (૭) પ્રચલા, (૮) પ્રચલા–પ્રચલા, (૯) ત્યાનદ્ધિ, આ પાંચ નિદ્રાઓ મળીને કુલ નવ પ્રકૃતિઓ થાય છે.
(૩) વેદનીયની બે (૧) સાતવેદનીય અને અસાતવેદનીય.
(૪) મેહનીયકર્મની અઠાવીસ છે. (૧) સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વમેહનીય, આ ત્રણ દર્શનમેહનીયની, તથા પચીસ ચારિત્રમેહનીયની, એ પ્રમાણે કુલ અઠાવીસ પ્રકૃતિઓ છે. ચારિત્રમેહનીયની પચીસ પ્રકૃતિઓ આ પ્રમાણે છેઃચારિત્રમેહનીયના બે ભેદ છે. (૧) કષાયચારિત્રમેહનીય અને (૨)નેકષાયચારિત્રમેહનીય, કષાયચારિત્રમેહનીયના સોળ ભેદ છે. જેમકે-અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લેલ જે કષાય નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાં જન્મ, જરા, મરણરૂપ અનન્ત સંસારને અનુબંધ કરે તે અનન્તાનુબંધી છે. તેના ચાર ભેદ છે, ક્રોધ, માન, માયા અને લોભ, કર્તવ્ય–અકર્તવ્યનાં વિવેકને નાશ કરવાવાળા અક્ષમારૂપ આત્માને પરિણામ તે ક્રોધ કહેવાય છે. ગર્વને માન કહે છે. માયાને અર્થે કપટ છે. લાલચ તે લોભ કહેવાય છે. અનન્તાનુબંધી કષાયચતુષ્કમાં કોઇને પર્વતની રાજિનું (પર્વત કપાવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીર) માનને શિલસ્તંભનું, માયાને વાંસની જડનું અને લોભને કિરમીચ રંગનું ઉદાહરણ આપ્યું છે.
આ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણના ક્રોધ આદી ચાર ભેદ છે. પ્રત્યાખ્યાન બે પ્રકારના છેદેશવિરતિ અને સર્વવિરતિ “ત્યારથાન' શબ્દમાં ‘રિ ઉપસર્ગ નિષેધવાચક છે. અર્થાત પ્રતિષેધને પ્રકાશ કરે તે પ્રત્યાખ્યાન છે. અર્થાત્ “હું જીવન સુધી કઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહી.” ઈત્યાદિ પ્રકારે ભાવપૂર્વક પિતાના આચાર્ય આદિના સમક્ષ પ્રકાશિત કરવું તે પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન ન આવરણીય પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે પ્રત્યાખ્યાનાવરણીય ન હોય તે અપ્રત્યાખ્યાનાવરણીય છે. અહિં નગ' શબ્દ ઉપમાના અર્થમાં છે. અર્થા—જે કષાય પ્રત્યાખ્યાનાવરણીયની સમાન હોય તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. અથવા “ અલ્પ-ડું-એવા અર્થમાં છે. અર્થાત
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૮