________________
આ પ્રમાણે કઈ કર્મની જ્ઞાનને આચ્છાદિત કરવાની પ્રકૃતિ છે, કેઈની દર્શનને ઢાંકી દેવાની છે, કોઈની સુખ-દુઃખને અનુભવ કરાવવાની પ્રકૃતિ છે, અને કેઈની સમ્યગ્દર્શનને ઘાત કરવાની પ્રકૃતિ છે.
કેઈ કમની ત્રીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ છે. કોઈની સીતેર (૭૦) કેડીકેડી સાગરોપમની છે.
આ પ્રમાણે કઈ કર્મને રસ તીવ્ર છે. કેઈન તીવ્રતર છે, અને કેઈને તીવ્રતમ છે. કેઈને રસ મંદ છે, કેઈને મદંતર છે. ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
પ્રકૃતિબન્ધ આઠ કર્મો કે લક્ષણ
(૧) પ્રતિબંધ (૧) જ્ઞાન અર્થાત્ વિશેષ ધર્મોને બેધને જે આછાદિત કરવાવાળું કર્મ તે જ્ઞાના વરણીય કહેવાય છે. (૨) દર્શન અર્થાત્ સામાન્ય બેધને જે આચ્છાદિત કરવાવાળું કમ તે દશનાવરણ છે. (૩) સુખ-દુઃખનું વેદન કરાવવાવાળું કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. (૪) મદિરાના સમાન મેહ ઉસન્ન કરાવવાવાળું કર્મ તે મેહનીય કહેવાય છે.
ભવ-ધારણ કરવાનું છે કારણ કર્મ તે આયુષ્ય કહેવાય છે. (૬) વિશેષ પ્રકારની ગતિ-જાતિ આદિની પ્રાપ્તિનું કારણ તે નામકર્મ કહેવાય છે. (૭) ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિનું કારણ તે નેત્રકર્મ કહેવાય છે. (૮) દાન-લાભ આદિમાં વિM નાખવાવાળું તે અન્તરાય કર્મ કહેવાય છે.
કમને મૂળ સ્વભાવ આઠ પ્રકાર છે. તેથી આઠ પ્રકૃતિનું સંક્ષિપ્તમાં કથન કર્યું છે. એ આઠ પ્રકૃતિઓના અવાંતર ભેદને ઉત્તરપ્રકૃતિ કહે છે. જીજ્ઞાસુ પુરૂષોને જાણવા માટે શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય આદિ મૂલ પ્રકૃતિના અવાન્તર ભેદની સંખ્યા ક્રમથી-પાંચ, નૌ, બે, અઠાવીસ, ચાર, બેતાલીસ, બે, અને પાંચ છે, આ સર્વને આગમથી સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૭