________________
સ્થિતિબન્ધ સ્થિતિબન્ધ કોષ્ટક
| (૨) સ્થિતિબંધ આત્માની સાથે લાગેલા કર્મપુગલ જે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ કાલ મર્યાદાથી આત્મપ્રદેશમાં સ્થિતિ છે, તે કાલમર્યાદાને સ્થિતિબંધ કહે છે. અથવા એમ કહીએ કે–અધ્યવસાયવિશેષદ્વારા ગ્રહણ કરેલા કર્મદલિકેને આત્મામાં ટકી શકવાના કાલસંબંધી નિયમનને સ્થિતિબંધ કહે છે.
વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની, તથા નામ અને નેત્ર કમની આઠ મૂહુર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અન્તરાય કર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂતની છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડા-કેડી સાગરોપમની, મોહનીય કર્મની સીતેર (૭૦) કેડા–કેડી સાગરોપમની, નામ અને ગોત્ર કમની વીશ કેડા-છેડી સાગરોપમની, આયુષ્ય કર્મની તેત્રીસ સાગરોપમની છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે. કષાયરૂપ પરિણામોની હીનતા અને અધિકતાના કારણે તેના અસંખ્ય પ્રકાર થાય છે.
સ્થિતિબંધનું કોષ્ટક ટીકાના અનુસાર પૃષ્ઠ ૩૩૬થી સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૮