________________
કર્મ કા અનાદિત્ય
(૫) કર્મોનું અનાદિપણું–
કર્મોની પરંપરા અનાદિકાલીન છે. કારણ કે શરીર અને કર્મોને પરસ્પર કાર્ય કારણભાવ છે, જેવી રીતે બીજ અને અંકુરને. તાત્પર્ય એ છે કે-જેવી રીતે બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, અને અંકુરથી ક્રમશઃ (ક્રમે-કમે) બીજની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે શરીરથી કર્મ અને કર્મથી શરીર ઉત્પન્ન થાય છે. આ પરસ્પરને કાર્યકારણ ભાવ અનાદિ કાલથી ચાલ્યો આવે છે. જે બે પદાર્થોમાં પરસ્પર કાર્ય–કારણુભાવ હોય છે તેને પ્રવાહ અનાદિકાલીન જોવામાં આવે છે. જેવી રીતે પૂર્વ કહેલ બીજ અને અંકુરને, અથવા મરઘી અને ઇંડાને, એ પ્રમાણે શરીર અને કમને પ્રવાહ અનાદિકાલીન છે.
અકર્મવાદિમતનિરાકરણ
(૬) અકર્મવાદીના મતનું નિરાકરણ– જે નાસ્તિક એવું માને છે કે અદષ્ટ કર્મને સદૂભાવ (અસ્તિત્વ) નથી, તેમને પૂછવું જોઈએ કે–તમે અદષ્ટને અભાવ શા માટે માને છે ? પ્રત્યક્ષ નહી હોવાથી, વિચારને સહન નહી કરવાથી અર્થાત્ –વિચારવાયેગ્ય નહિ હોવાથી, અથવા સાધક પ્રમાણેને અભાવ હોવાથી અદષ્ટનો અભાવ કહે છે? - પ્રત્યક્ષ નહી હેવા માત્રથી અદષ્ટને અભાવ સિદ્ધ થઈ શકતું નથી, જે વસ્તુ તમને પ્રત્યક્ષ જોવામાં ન આવે તે વસ્તુ હોયજ નહી, એ પ્રમાણે જે માની લેશે તે તમારા પિતામહ (બાપને બાપ) આદિનો અભાવ થઈ જશે, કારણ કે તે તમારા જન્મતા પહેલાજ ગુજરી ગયા છે તેથી તમને તે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી, એવી અવસ્થામાં તમારા પિતામહ આદિની ભૂતકાલીન સત્તાને અભાવ થઈ જવાથી તમારી સત્તા પણ ખતરામાં (ભયમાં) પડી જશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૧