________________
કર્મ કા મૂર્તત્વ
(૩) કર્મનું મૂર્ત પણું– શંકા-અતીન્દ્રિય કામણ શરીરમાં મૂર્ત પણું હવામાં શું પ્રમાણ છે?
સમાધાન-શરીર આદિ કાર્યોના દેખવાથી તેના કારણભૂત કર્મની સિદ્ધિ થાય છે, અને કારણ, કાર્યના અનુપજ હોય છે. એ કારણથી જ્યારે શરીર આદિ કાર્ય મૂર્ત છે, તે તેનું કારણ કમ પણ મૂર્ત જ હોવું જોઈએ. જેવી રીતે મૂર્ત ઘટ આદિ કાર્યોના કારણભૂત પુદ્ગલપરમાણુ પણ મૂર્ત છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત જ હોય છે, જેમકે જ્ઞાનનું કારણ આત્મા.
શંક-સુખ અને દુઃખ આદિનું કારણ કર્મ છે, અને સુખ દુઃખ આદિ અમૂર્ત છે, તેથી તેનું કારણ કર્મ પણ અમૂર્ત જ હોવું જોઈએ. મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ થઈ શકતી નથી; જેવી રીતે પુદ્ગલથી જ્ઞાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી, અને એકજ કમ મૂત પણ હોય અને અમૃત પણ હોય, એ કેવી રીતે હોઈ શકે ? આ બને ધર્મ વિધી છે તેથી એક જગ્યાએ રહી શકતા નથી.
સમાધાન-અહિં કારણુ-શબ્દથી ઉપાદાન કારણ ગ્રહણ કરવામાં આવે છે, નિમિત્ત કારણ નહિ. કર્મ, સુખ-દુઃખ થવામાં નિમિત્ત કારણુજ છે, જેવી રીતે અન્ન, પાન, વિષ આદિ સુખ-દુઃખના નિમિત્ત કારણ છે, પરંતુ સુખ-દુઃખનું ઉપાદાન કારણ તે આત્મા જ છે, કારણ કે તે આત્માને ધર્મ છે તેથી તેમાં લેશ પણ દેષ નથી.
જીવ ઔર કર્મ કા સંબન્ધ
(૪) જીવ અને કર્મને સમ્બન્ધશંકા-આપે કર્મને “મૂત્ત છે એમ સિદ્ધ કર્યું તે પછી મૂર્ત કર્મને અમૂર્ત જીવની સાથે સમ્બન્ધ કેવી રીતે હોઈ શકે છે?
સમાધાન-આ પ્રમાણે નહિ કહે ? જેમ મૂર્ત ઘટને અમૂર્ત આકાશની સાથે સંગસમ્બન્ધ છે, તે પ્રમાણે જીવ અને કર્મને પણ સમ્બન્ધ છે. કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૯