________________
હાવાના કારણે શરીરકર્તા થઈ શકતા નથી. અગર સશરીર છે તેા તેનું શરીર મનાવવાવાળા કાઈ ત્રીજો ઈશ્વર માનવા પડશે. તે ત્રીજા ઈશ્વર પણ સશરીર છે અથવા સશરીર છે ?, ઈત્યાદિ વિકલ્પ કીને ઉપસ્થિત હેાવાના કારણે અનવસ્થા દોષ આવે છે, તે સર્વ અભીષ્ટ નથી, તે કારણથી દેહ આદિના કર્તા ઈશ્વર થઈ શકતા નથી. પરન્તુ ક સહિત જીવજ પેાતાના શરીર આદિના કર્તા છે.
ખીજી વાત એ છે કે ઈશ્વર કાઈ પ્રત્યેાજન વિના જો શરીર આદિની રચના કરે છે તેા તે ઉન્મત્તની સમાન ગણાશે. અથવા તા તેને કાંઈ પ્રયેાજન છે, તેા તે ઈશ્વર નહીં રહે. એક મીજી વાત એ છે કે-અનાદિ કાળથી શુદ્ધ ઈશ્વરની, દેહ આદિ રચનામાં ઈચ્છાજ રહેતી નથી, કારણ કે ઈચ્છા એક પ્રકારના રાગ છે, અને રાગી ઈશ્વર થઈ શકતા નથી.
સ્વભાવ પણ દેહ આદિના કર્તા થઈ શકતા નથી, છેવટ સ્વભાવના અર્થ શું છે ? સ્વભાવ કાઈ વસ્તુ છે? અથવા કોઈપણ કારણુ નહીં હાવું તે સ્વભાવ છે? અથવા કાઈ વસ્તુના ધમ છે? સ્વભાવ કાઇ વસ્તુ તેા છે નહીં, કારણ કે તેને વસ્તુ માનવામાં કાઈ પ્રમાણુ નથી, પ્રમાણુના અભાવમાં પણ સ્વભાવને વસ્તુ માની લેવામાં આવે તે કમ માનવામાં શું આપત્તિ છે? તમારા મત પ્રમાણે કર્મ માનવામાં પણ કાઈ પ્રમાણ નથી.
સ્વભાવ અગર કોઈ પણ વસ્તુ છે તે તે મૂત્ત છે અથવા અમૂત્ત છે ? જો મૂત્ત છે તે સ્વભાવ અને કમ એકજ વસ્તુ છે, તમે કર્મનેજ સ્વભાવ-શબ્દથી કહેા છે. તે ખુશીથી કહો. જો સ્વભાવને અમૃત્ત માનશે તે તે દેહ આદિના કર્તા થઈ શકશે નહી, કારણ કે તે અમૂર્ત છે. અને ઉપકરણ (પ્રધાન સાધના) રહિત છે જેવી રીતે આકાશ. મૂત્ત શરીરનું અનુરૂપ કારણ મૂત્તજ હેવુ જોઇએ, જેમ ઘટનું કારણ માટીના પિંડ છે.
અથવા કાઈ જ કારણ ન હેાય એવા જ સ્વભાવ છે તે તેના અથ એ થયા કે શરીર આદિ નિષ્કારણુજ ઉત્પન્ન થઈ જાય છે, અને નિષ્કારણ જ શરીરની ઉત્પત્તિ થાય છે તેા પછી સંસારના સમસ્ત શરીર એક સાથે કેમ થઈ નથી જતાં ?
‘સ્વભાવ કેાઈ વસ્તુને ધમ છે” એ પ્રમાણે કહેવું તે પણ યુક્તિસ ંગત નથી. અથવા તે તે જ્ઞાન આદિના સમાન આત્માના ધર્મ છે. તે આકાશની માફક અમૂત્ત હાવાના કારણે શરીરના કર્તા થઈ શકશે નહી, આ હકીકત પ્રથમથીજ કહી આપી છે. સ્વભાવ એ કોઈ મૂત્ત વસ્તુના ધર્મ છે, તે તે વાત અમારે પણ માન્ય છે, કારણુ કે અમારા કહેવા પ્રમાણે કમ પણ પુદ્દગલરૂપજ છે, એ માટે એમ સિદ્ધ થયું કે કર્માં જ જગતની વિચિત્રાનુ કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૮