________________
શકા–બાહ્ય શરીર સ્કૂલ છે અને પ્રત્યક્ષ દેખાય છે, એ કારણથી બાહ્ય શરીરની સાથેજ મેઘ આદિની સમાનતા છે એવી સ્થિતિમાં બાહ્ય શરીરનું જ સુખ-દુઃખ આદિ રૂપ પરિણમન માની લેવું જોઈએ. કેઈ વખત પ્રત્યક્ષ નહિ દેખાતા એવા કર્મરૂપ અતીન્દ્રિય શરીરની કલ્પના કરવાનું કષ્ટ શા માટે ઉઠાવે છે ? હા ! કાશ્મણ શરીરને સ્વીકાર નહિ કરવાથી જે કઈ દેષ આવશે તે પછી અર્થપત્તિ પ્રમાણથીજ કર્મની વિચિત્રતા સ્વીકારી લઈશું.
સમાધાન-મૃત્યુના સમયે પ્રત્યક્ષ દેખાતાં બાહ્ય સ્થૂલ શરીરથી જીવ અલગ થઈ જાય છે. આગલા ભવમાં બાહ્ય સ્થૂલ શરીરને ગ્રહણ કરવાના કારણભૂત સૂક્ષમ શરીર નહિ હોય તે જીવ આગામી શરીરને ગ્રહણજ કરી શકશે નહિ. સૂક્ષમ શરીર નહિ માનવાથી આ દેષ આવે છે. જીવ જે મૃત્યુ પછી બીજા શરીરને ગ્રહણ ન કરે તે મૃત્યુ પછી અશરીર હેવાને કારણે સર્વ જી મુક્ત થઇ જશે અને સંસાર બંધ થઈ જશે. પરંતુ સંસાર બંધ થયે તેવું જોવામાં આવતું નથી. અને કારણ વિના શરીરનું ગ્રહણ હોઈ શકે નહીં એ કારણથી સ્થૂલ શરીરનું કારણ સૂફમ-કાશ્મણ શરીરના અસ્તિત્વને અંગીકાર કર જોઈએ,
શંકા-કમરહિત શુદ્ધ જીવને નાના પ્રકારના શરીરના કર્તા માની લઈએ, અથવા ઈશ્વર સ્વભાવ યા યદચ્છાને કર્તા માની લઈએ તે પછી કર્મની કલ્પના કરવાથી શું લાભ?
સમાધાન-કર્મ રહિત જીવ અથવા તે ઈશ્વર આદિ, શરીર, સુખ, દુઃખના કર્તાનથી. કારણ કે તેની પાસે ઉપકરણ-(મુખ્ય સાધન) નથી, દંડ આદિ પ્રધાન સાધને વિનાને જેમ કુંભાર, તે પ્રમાણે, કર્મ વિના શરીર આદિ રચવામાં ઈશ્વર વગેરેને બીજું કઈ પણ ઉપકરણ હોઈ શકે નહિ. કર્મના વિના બીજું કઈ પ્રધાન સાધન નહિં હોવાને કારણે ગભ આદિ અવસ્થાઓમાં શુક શેણિત વગેરેનું ગ્રહણ પણ થઈ શકે નહી.
અથવા–જે કમરહિત છે તે શરીર આદિના ઉત્પાદક થઈ શકે નહિ, કારણ કે તે ચેષ્ટારહિત છે. અથવા અમૂર્ત છે. જે ચેષ્ટાહીન અથવા અમૂર્ત હોય છે, તે શરીર આદિના ઉત્પન્ન કરનાર હોય નહિ. જેવી રીતે-આકાશ, તથા તે એક હેવાના કારણે પણ શરીર આદિના ઉન્ન કરનાર હેય નહિ. જેવી રીતે એક પરમાણુ.
કદાચિત એમ કહેવામાં આવે કેન્સશરીર ઈશ્વર વિવિધ શરીર આદિના કર્તા છે. તે અનવસ્થા દેષ આવે છે. તે આ પ્રમાણે કે-જ્યારે શરીર ઈશ્વર જગતની વિચિત્રતાનું કારણ છે તે તે, શરીર વિના પિતાનું શરીર પણ બનાવી શકશે નહીં; કારણ કે તે ઉપકરણહીન છે, જેમ દંડ આદિથી રહિત કુંભાર. હવે જે એમ કહેવામાં આવે કે કેઈ બીજે ઈશ્વર પ્રથમના ઈશ્વરનું શરીર બનાવવામાં પ્રવૃત્ત થાય છે, તો તે વિષયમાં પણ એ પ્રશ્ન ઉભો થાય છે કે તે સશરીર છે અથવા અશરીર છે? અગર જે અશરીર છે તે ઉપકરણહીન
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૭