________________
એ કર્મ, પુગલસ્વરૂપ છે, અમૂર્ત નથી. અથવા કર્મને અમૂર્ત માનવામાં આવે તે તેનાથી આત્માને અનુગ્રહ અને ઉપઘાત થવો અસંભવ છે, જેમ આકાશથી થતું નથી. કહ્યું પણ છે –
“સમાન પરાક્રમ, ઉદ્યમ, અને સાહસવાળી વ્યક્તિઓમાં કેઈ—કાઈ પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે અને કેઈ કઈ નથી કરી શકતી. મિત્ર! આ બાબતમાં કર્મ વિના બીજું કઈ કારણ હોય તે કહે? અર્થાત્ કર્મજ એનું એક માત્ર કારણ છે.” ૧૫
બીજું પણ કહ્યું છે-“ગર્ભમાં નવ માસ સુધી કલલ (ગર્ભનું પ્રથમ સ્વરૂ૫) આદિ અનેક રૂપમાં વૃદ્ધિ પામીને માતાના ગર્ભમાંથી પૂર્વકર્મ સિવાય બીજું કેણ બહાર કાઢે છે?”
શંકા–જેવી રીતે કર્મ વિના પણ ભાત-ભાતના મેઘ આદિના વિકારો જોવામાં આવે છે, તે પ્રમાણે કર્મના અભાવમાં પણ સંસારી જીવેમાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા હોય છે. એમ માનવામાં શું હાનિ છે?
સમાધાન-મેઘવિકાર–ગંધર્વનગર, ઈન્દ્રધનુષ આદિ, ગૃહ, પ્રાકાર, વૃક્ષ, રક્ત નીલ, પતિ આદિ રૂપમાં વિચિત્રતા ધારણ કરે છે. ત્યાં સ્વભાવથી પરિણત ઈન્દ્રધનુષ આદિ ગુગલના પરિણામેની વિચિત્રતા જોવામાં આવે છે. પરંતુ ચિત્રકાર આદિ કોઈ શિલ્પીદ્વારા ગૃહીત ચિત્રમાં અંકિત, લેખ, કાષ્ઠ આદિ પુદગલ માં તેનાથી પણ અધિક વિશિષ્ટતા જોવામાં આવે છે તે પછી જીવ દ્વારા ગ્રહણ કરેલા આન્તરિક કમપુદ્ગલેની સુખ-દુખ આદિ નાના (જૂદા-જૂદા) રૂપમાં પરિણમનની વિશિષ્ટતર વિચિત્રતા કેમ ન હોય ?
શંકા-અબ્ર (ઘ) આદિના સમાન કર્મ પુદગલનું વિચિત્ર પરિણમન સ્વીકાર કરે છે તે પછી, “બાહ્ય શરીર જ સુખ–દુઃખ આદિ નાના રૂપમાં વિચિત્ર પરિણમન કરે છે એમ શા માટે માનતા નથી? કમને એ વિચિત્રતાનું કારણ માનવાથી શું લાભ છે ?, પુદ્ગલની પરિણમનની તમામ વિચિત્રતા સ્વભાવથીજ સિદ્ધ છે.
સમાધાન-મેઘ આદિના સમાન શરીરનું પણ સુખ દુખ આદિ વિચિત્ર પરિણમન અંગીકાર કરવામાં આપને સંતોષ મળે છે તે કર્મ તે શરીરજ છે, અને તે કર્મ–શરીર વિચિત્ર પરિણમન કરે છે, એ પ્રમાણે સમજી લે. જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે અને અતીન્દ્રિય હોવાના કારણે કમ–શરીર આત્યંતર અને સુક્ષમ કહેવાય છે, તથા ઔદારિક શરીર બાહા અને–સ્થૂલ છે. એટલું જ એ બે શરીરમાં અન્તર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૬