________________
કર્મસ્વરૂપ
(૧) કર્મનું સ્વરૂપ– કમને પ્રસંગ હોવાથી તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે
જીવ દ્વારા મિથ્યાત્વઆદિ કારણોથી જે કરવામાં આવે તે કર્મ છે. જેવી રીતે અગ્નિથી તપાવેલ લોઢાને ગોળ પાણીમાં નાખવામાં આવે તે તે ચારેય તરફથી પાણીને ખેંચે છે, તે પ્રમાણે અનાદિકાલીન મિથ્યાત્વ આદિ કારણેથી આત્મા નિરંતર રાગદ્વેષરૂપે પરિણામેથી પિતાને સમસ્ત આત્મપ્રદેશમાં કર્મવર્ગણાના પુદુગલેને ખેંચે છે, અને ક્ષીર–નીર પ્રમાણે તાપ બનાવી લે છે, તેને કર્મ કહે છે.
કર્મસિદ્ધ
(૨) કર્મની સિદ્ધિ–
સર્વ આત્માઓમાં આત્મત્વ સમાન હોવા છતાંય પણ કઈ દેવ છે, કોઈ નારકી કેઈ મનુષ્ય છે; કેઈ તિર્યંચ, કેઈ સુખી છે, કેઈ દુઃખી છે. કેઈ ધનવાન છે, કઈ નિધન છે કેઈ સ્વરૂપવાન છે, કઈ કુરૂપ છે, કોઈ સબલ છે, કેઈ નિર્બલ છે. કઈ રેગી છે, કેઈ નિરોગી છે. આ સર્વ વિચિત્રતા કેઈ કારણ વિના હોઈ શકે નહી. તેનું કઈ કારણ ન હોય તે આવી વિચિત્રતા પણ હાય નહીં. અને હોય તે પછી તે હમેશાં માટે રહી શકતે. કઈ પણ કારણ વિના દેવગતિ અથવા નરકગતિ હોય તે તે નિત્ય હોય, તથા દેવ અને નારક આદિ ભવને અભાવ પણ નિત્ય હેત. એ પ્રમાણે જે સુખી છે તે હમેશાં માટે સુખીજ હેત. અને જે દુઃખી છે તે હમેશાં દુઃખીજ રહેત, તેને હંમેશા માટે સુખને અભાવ રહેત. એ કારણથી કહ્યું છે કે –“જે વસ્તુ કઈ કારણની અપેક્ષા રાખતી નથી તે આકાશ પ્રમાણે સદૈવ વિદ્યમાન રહે છે, અથવા ખર-વિષાણ (ગધેડાના શિંગડા)ની પ્રમાણે કદાપિ હેય નહીં” અગર આ વિચિત્રતાનું કેઈ કારણ માનવામાં આવે છે તે કારણને અમે કર્મ કહીએ છીએ, કહ્યું છે –
આત્મત્વ-(આત્માપણું)ની સમાનતા હોવા છતાં પણ જે કારણથી મનુષ્યાદિપ વિચિત્રતા હોય છે–દેખાય છે. તે અદષ્ટ છે. તેને કમ કહે છે. અને તે નાના પ્રકારના છે અર્થાત્ ઘણુ પ્રકારના છે.” | ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૫