________________
ત્યાં ઘણા અસુર કુમારે, આવામાં અને કઈ કઈ વખત ભવનમાં નિવાસ કરે છે. નાગકુમાર સર્વ પ્રાયઃ ભવનમાંજ નિવાસ કરે છે. રત્નપ્રભા પૃથ્વીના પિંડથી ઉપર અને નીચે એક-એક હજાર જન છેડીને, એક લાખ અઠોતેર હજાર જન પરિમાણમાં મધ્યભાગમાં સર્વ જગ્યાએ અસુરકુમાર દેવના આવાસ છે. પરન્તુ ભવન, રત્નપ્રભા પૃથ્વીની નીચે (૯૦૦૦૦) નેવું હજાર જન પરિમિત ભાગમાં જ છે. ત્યાં દક્ષિણાધિપતિ અમરેન્દ્ર આદિના અને ઉત્તરાર્ધાધિપતિ બલીન્દ્ર આદિના ભવન છે. મહામંડપની સમાન આવાસ છે. નગરના સમાન ભવન છે. પરંતુ તે ભવને બહારથી ગળાકાર અને અંદરથી સમચતુષ્કણ છે. તેને તળીઆને ભાગ કમલની કણિકા સમાન હોય છે. અમ્બ આદિ પંદર પરમધાર્મિક પણ અસુરકુમાર જાતિના છે. તેઓના નામ જેમકે-(૧) અમ્મ, () અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) વૈરુદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધનુષ, (૧૧) કુંભ, (૧૨) વાલુક, (૧૩) વૈતરણી, (૧૪) પરસ્વર, (૧૫) મહાષ.
વ્યન્તરદેવભેદ
(૨) વ્યક્તદેવએક હજાર જન પરિમાણવાળા રત્નપ્રભાકાંડની નીચે અને એકસે એજન ઉપર તથા એકસે એજન છેડીને આઠ જન પરિમાણયુક્ત રત્નપ્રભાકાંડમાં વ્યતં દેવેના અસંખ્યાત નગર છે. તે પ્રમાણે ભવન અને તેના આવાસે છે. બાળકની જેમ પિતાની ઈચ્છાથી, ઇંદ્ર આદિ દેવની આજ્ઞાથી. અથવા ચક્રવતી આદિની આજ્ઞાથી પ્રાયઃ અનિયત ગતિવાળા હોય છે. આ દેવ કઈ કે મનુષ્યની દાસની સમાન સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પર્વતની ગુફાઓમાં અને વનગુફાઓ આદિમાં નિવાસ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૯