________________
આ આઠ દા પર સાત-સાત અન્તરદ્વીપ છે. આ પ્રમાણે છપ્પન અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપજ (અન્તરદ્વીપમાં ઉત્પન્ન થનારા) જીવ પણ અકર્મભૂમિજ (અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થનારા) કહેવાય છે. આ બંને પ્રકારના મનુષ્યનાં મળ આદિમાં એ બંને ભૂમિએમાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે.
ગર્ભજ મનુષ્ય એ એક (૧૦૧) પ્રકારના છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી બસે બે (૨૦૨) ભેદ થાય છે. સંમૂછિમ મનુષ્ય અપર્યાપ્ત જ હોય છે તે કારણથી તેના એક એક (૧૦૧) ભેદ તેમાં મેળવવાથી મનુષ્યના કુલ ત્રણ ત્રણ (૩૦૩) ભેદ થાય છે.
દેવનિકાય (૪)
દેવનિકાયદેવ ચાર પ્રકારના છે—(૧) ભવનપતિ, (૨) વ્યસ્તર, (૩) જ્યોતિષ્ક અને () વૈમાનિક,
ભવનપતિદેવભેદ
(૧) ભવનપતિદેવ
ભવનપતિ દેવ દસ પ્રકારના છે—(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણ કુમાર, (૪) વિદ્યકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર, અને (૧૦) સ્વનિતકુમાર.
કુમાર પ્રમાણે, સુકુમાર, મનોહર, મૃદુ, મધુર, લલિતગતિવાળા, કુમારના સમાન રાગ વ્યક્ત કરવા વાળા, કીડામાં ચિત્ત લગાવવા વાળા, કુમારના પ્રમાણે ઉદ્ધત-પ, વેષ, ભાષા આભૂષણ, આયુધ, યાન, વાહન આદિ ધારણ કરવા વાળા હોવાથી તે દેવ, કુમાર કહેવાય છે. જમ્બુદ્વીપમાં સુમેરુ પર્વતની નીચે દક્ષિણભાગ અને ઉત્તર ભાગના તિછ ભાગમાં અનેક કેડા-છેડી લાખ જન સુધી ભવનપતિ દેવ નિવાસ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૮