________________
મળેલી માટી વાલુકાપૃથિવી કહેવાય છે. એ પ્રમાણે પૃથિવી કાયના અનેક ભેદ છે.
પત્થર, શિલા, મીઠું, ઉષ-ખારે, લોઢું, રાંગે, (કલઈ), ત્રાંબું, સીસું, ચાંદી, સોનું, હડતાલ, હિંગલે, મનશિલ, સુરમ, મૂંગા-પરવાળાં, અભ્રક, અન્નવાલુકા, ગમેદ, રૂચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, મરકત, મારગહલ, ભુજંગ, ઈન્દ્રનીલ, ગોપીચન્દન, ગેસ, હંસગર્ભ, પુલક, સૌગધિક, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, વૈડૂર્ય, જલકાન્ત આદિ બાદરપૃથિવીકાયના ભેદ છે (આ ખર બાદર પૃથ્વીકાય છે). એ શુદ્ધ પૃથિવી આદિ જ્યારે પિતાની ખાણમાં સ્થિત હોય છે, ત્યારે તે સચેતન હેય છે. છાણ-કચરે આદિ શસ્ત્રોથી ઉપહત (હણાએલા) થઈને, અથવા તે સૂર્ય અને અગ્નિના તાપરૂપ શસ્ત્રથી અચેતન થઈ જાય છે.
ઉપર કહેલા બાદર પૃથિવીકાય આદિને જ્યાં એક જીવ છે. ત્યાં નિયમથી અસંખ્યાત પૃથિવીકાય જીવ છે. પૃથિવી, પાતાલ, ભવન, નરક-પ્રસ્તર, વિમાન આદિ તેના સ્થાન છે. સૂથમ પૃથિવી કાયના જીવ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. એ બંનેના ભેદ-પ્રભેદ સર્વના આગમથી સમજી લેવા જોઈએ.
અષ્કાયભેદ
(૨) અપૂકાયના ભેદ– અપકાયના અનેક પ્રકાર છે-એસ, મિહિકા (નિહાર), ઓળો, હરતનુ(પૃથ્વીને ભેદીને તૃણના અગ્રભાગ વગેરે ઉપર રહેનારૂં પાણી) શુદ્ધ જલ (અંતરિક્ષથી પહેલું અથવા નદીનું પાણી, શીતલજલ, ઉષ્ણુજલ (સ્વભાવથી ગરમ પાણીના કુંડાનું પાણી), ખાટું જલ, ખારૂં જલ, ક્ષીરાદક અને વૃદક આદિ, (લવણ, વારૂણ, ક્ષીર, ઈક્ષરસ અને પુષ્કરવર સમુદ્રનાં પાણી) જ્યાં એક અપાય છે, ત્યાં અસંખ્યાત અપૂકાય છે. બાદર અપકાયના સ્થાન સમુદ્ર, તળાવ, નદી, વાવડી, કૂવા આદિ છે, અને સૂક્ષમ અપકાય સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. તેના ભેદ-પ્રભેદ પણ આગમથી સમજવા જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧ ૩