________________
જીવનિકાયની રક્ષા તેના જ્ઞાનના અભાવમાં થઈ શકતી નથી, તે કારણથી વડુજીવનિકાયનાં સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે –
સંક્ષેપમાં જીવના બે ભેદ છે.–(૧) સિદ્ધજીવ અને (૨) અસિદ્ધજીવ. મુક્તજીવ તે સિદ્ધ કહેવાય છે અને અસિદ્ધ તે સંસારી જીવ કહેવાય છે. સંસારી જીવ પણ બે પ્રકારના છે. (૧) ત્રસ અને (૨) સ્થાવર. પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય તે સ્થાવર છે. ત્રસ જીવ ચાર પ્રકાર છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. શ્રોત્ર (કાન) ચક્ષુ (નેત્ર), ઘાણ (નાક), રસના (જીભ), અને સ્પર્શન (ચામડી), આ પાંચ ઇંદ્રિયે છે. પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ પાંચ સ્થાવરજીવ એકેન્દ્રિય છે, કૃમિ આદિ શ્રીન્દ્રિય છે. કીડી આદિ ત્રીન્દ્રિય છે, ભમરા વગેરે ચૌઇન્દ્રિય છે, મનુષ્ય આદિ પંચેન્દ્રિય છે.
પાંચ સ્થાવર અને એક ત્રસ મળીને જીવનિકાય છે. એ તમામના ભેદ, બતાવે છે –
પૃથિવિકાયભેદ
(૧) પૃથિવીકાયના ભેદ–
પૃથિવી જેનું શરીર હોય, તે પૃથિવીકાય કહેવાય છે. પૃથ્વીકાય આદિ પાંચેય સ્થાવરનામકર્મના ઉદયથી ઉત્પન હેવાના કારણે સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાય અનેક પ્રકારે છે, શુદ્ધપૃથ્વી, શર્કરા, વા (રેતી) આદિ. તેમાં શર્કરા આદિ દેથી રહિત મૃત્તિકારૂપ, અને છાણ અગર કચરા આદિથી રહિત પૃથ્વી શુદ્ધપૃથ્વી કહેવાય છે. પથ્થરના નાના-નાના કકડામાંથી મળેલી માટી તે શર્કરા પૃથિવી છે. વાસ્ (રતી)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૧ ૨