________________
તેજસ્કાયભેદ
(૩) તેજસ્કાયના ભેદ– તેજસ્કાય અનેક પ્રકારના છે; જેમ કે અંગાર, વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, દિ, જ્યાં એક બાદર તેજસ્કાયને જીવ હોય છે ત્યાં અસંખ્યાત તેજસ્કાય હોય . તેનું સ્થાન અઢીદ્વિીપ ૫ સમયક્ષેત્ર જ છે, તેનાથી બહાર તે નથી. સૂક્ષમ જરકાયના જીવ લોકવ્યાપી છે. તેના પણ ભેદ-પ્રભેદ આગમથી જાણી લેવા જોઈએ.
વાયુકાયભેદ
(૪) વાયુકાયના ભેદ– વાયુકાય પણ પૂર્વ અને પશ્ચિમ આદિના ભેદથી, અને ઉત્કલિક (જેમ સમુદ્રમાં કલ્લોલ) મંડલિક, (મૂળમાંથી જે ગોળ ફરતે વાતે હોય તે વાયુ) આદિ ભેદથી અનેક પ્રકારનો છે, ઘનવાત, તનુવાત, વલય, અધેલેક, અને પાતાલ, ભવન આદિ બાદર વાયુકાયના સ્થાન છે, અને સૂક્ષ્મ વાયુકાય સર્વલેકવ્યાપી છે, તેના ભેદ-પ્રભેદ પૂર્વ પ્રમાણે આગમથી સમજી લેવા જોઈએ. તેજસ્કાય અને વાયુકાય ગતિશીલ હેવાના કારણે ત્રસ પણ કહેવામાં આવે છે.
વનસ્પતિકાયભેદ
(૫) વનસ્પતિકાયના ભેદ–
વનસ્પતિ કાય અનેક પ્રકારે છે, જેમકે-શવાલ, પનક, હરિદ્રા, આદુ, મૂલક, આલુ, સૂરણ, ડુંગળી, લસણ અને કન્દ આદિ. આ વનસ્પતિઓ સાધારણ કહેવાય છે, (જેમાં અનંત જી હોય તેને સાધારણ કહે છે) તથા વૃક્ષ, (ભગવતી સૂત્રમાં વૃક્ષોના ત્રણ ભેદ પાડેલા છે. (૧) શૃંગબેર (આદુ)ની પેઠે અનંત જીવાળાં ઝાડે, (૨) આંબાની માફક અસંખ્ય જીવાળાં ઝાડ, (૩) અને તાડ-તમાલ વગેરે પ્રમાણે સંખ્યાત વાળાં ઝાડે). ગુચ્છ, ગુલ્મ (નવમાલિકા જાઈ વગેરે) લતા આદિ પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ કાયના એક શરીરમાં અનન્ત જીવ હોય છે. તેનું સ્થાન ઘદધિ આદિ છે. સૂમ વનસ્પતિકાય સર્વ લેકવ્યાપી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૪