________________
કે એકપિંડરૂપ કામણ શરીર જ ઉત્પન્ન થાય છે તે કાર્મણ શરીર આત્માના એક પણ પ્રદેશને છેડતું નથી. આત્માના તમામ પ્રદેશને વ્યાપ્ત (ચારેય તરફ ઘેરાયેલું) કરીને તલમાં તેલ રહે છે તે પ્રમાણે કામણ શરીર રહે છે.
પરંતુ જ્ઞાનને અનંતમો ભાગ, વાદળાઓથી ઢંકાએલી સૂર્યની પ્રભા પ્રમાણે ખુલ્લે રહે જ છે ? તે કામણ શરીર અને તેજસ શરીર અત્યન્ત સૂક્ષમ છે. અને આત્માની સાથે તે હંમેશાં રહે છે. જે સૂક્ષ્મ કે સ્થૂલ શરીરમાં આત્મા જાય છે તે શરીર પ્રમાણે સંકુચિત અથવા વિસ્તૃત થઈ જાય છે. અને તે સમય આ બને શરીર પણ સૂક્ષમ અથવા સ્કૂલ શરીરના અનુસારે સંકુચિત અથવા વિસ્તૃત થઈ જાય છે.
જેવી રીતે અકૃત્રિમ પર્વત આદિના સ્કંધની રચના તે જેવી છે તેવી જ વિદ્યમાન રહે છે, તે પણ તે સ્કંધમાંથી પુરાણ પુદ્ગલ ખરતાં રહે છે. અને નવીન પુદ્ગલ આવીને તેમાં મળી જાય છે. એ પ્રમાણે તેજસ અને કાર્પણ શરીરનું સ્વરૂપ કોઈ વખત પણ નાશ થતું નથી, પરંતુ તેમાં પુરાણા કર્મ પુદગલ પિતા-પિતાનું ફળ આપીને પિતાની સ્થિતિને સમય સમાપ્ત કરીને હઠી જાય છે, અને નવીન પુદગલ આત્મપ્રદેશમાં મળીને બદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે આત્મપ્રદેશોની સાથે કર્મોને સંબંધ અનાદિ કાળથી પ્રવાહરૂપમાં ચાલ્યો આવે છે.
આ કર્મ-સંબંધ તે સમયે નાશ થશે કે જ્યારે આત્મા મુકત થઈ જશે તેજસ અને કાર્મણ શરીરની સર્વથા વિયોગ થઈ જવો તેજ આત્માની મુક્તિ છે. સંસારી જીવની સાથે અનાદિ કાલથી કાર્પણ શરીરને સંબંધ જ ન હતા તે નવીન કવણાઓને સંબંધ પણ કોઈ વખત નહી થતે, કે સિદ્ધક્ષેત્ર કામણવર્ગણાઓથી ભરેલો છે, તે પણ સિદ્ધોમાં કામણ શરીર નહિ હેવાથી તેને કર્મબંધ થતો નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૦