________________
પૌદ્ગલિક કર્મ સયુસ્કત્વ સિદ્ધિ
૧૨) આત્માને પૌગલિક કમસંગ આ આત્મા પૌગલિક કર્મોથી સંયુકત (કર્મો સાથે જોડાએલ) છે નિશ્ચય નયથી કમરહિત હોવા છતાંય પણ વ્યવહારનયની અપેક્ષા અનાદિકાલથી પૌગલિક કર્મોની સાથે આત્માને સંગ છે. એ કારણથી તેને પોદુગલિક કર્મોથી સંયુક્ત
કહે છે.
મિથ્યાત્વની સાથે આત્માને અનાદિ સંબંધ છે. અનાદિકાલીન મિથ્યાત્વથી ઉત્પન્ન વિભાવ-પરિણતિરૂપ રાગ-દ્વેષથી આત્મા પિતાના સમસ્ત પ્રદેશોથી જ્ઞાનાવરણ આદિના કર્મદળોને એવી રીતે ગ્રહણ કરે છે કે જેવી રીતે ખૂબ તપેલે લોઢાને ગળ જલનું ગ્રહણ કરે છે. એટલે કે જેમાં અગ્નિ અને લોઢાને ગોળ એકમેક થઈ જાય છે, અને દૂધ-પાણી એકમેક થયેલા પ્રતીત થાય છે. તે પ્રમાણે કર્મ દલિકેની સાથે આત્મા એક-મેક થઈને મૂત્ત જે થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયનયથી અમૂર્ત હોવા છતાંય પણ વ્યવહારનયથી આત્મા મૂત્ત છે. આત્મા અને કર્મને આ સંબંધ વ્યવહારનયથી જ સમજ જોઈએ.
કર્મ બંધની અપેક્ષા આત્માની સાથે પુદ્ગલને એકત્વરૂપ સંબંધ છે, પરંતુ લક્ષણેથી બને ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. એ કારણથી એકાન્ત મૂરતા નથી. તાત્પર્ય એ છે કે –વાસ્તવમાં પુદ્ગલને બંધ તે પુદગલની સાથે જ થાય છે. પૃથફ-પૃથફ પુદ્ગલ રૂક્ષતા અને સ્નિગ્ધતા ગુણેના કારણે પરસ્પર બદ્ધ થઈ જાય છે. એ પ્રમાણે આત્માની સાથે પ્રથમથી બદ્ધ થયેલા (આત્માને પ્રથમ સેટેલા) કર્મયુગલની સાથે નવીન કર્મ પુદ્ગલોને બંધ થાય છે. તે પુગની અવગાહના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં થાય છે. આત્માના એક એક પ્રદેશમાં અનન્ત યુગલ રહે છે. આત્માના પ્રદેશ અને કર્મ પુદગલેને બંધ એકક્ષેત્રાવગાહનરૂપ જ છે. જેવી રીતે એક પુગલ બીજા પુગલની સાથે સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના કારણે મળીને સ્કંધ બની જાય છે, તેવી રીતે આત્મા અને પુદ્ગલને બંધ થતું નથી. કર્મયુગલોની અવગાહના આત્માની સાથે આ પ્રકારે અનાદિકાલથી ચાલી આવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧