________________
આ પુતળી કાંઈ પણ ઈચ્છા કરતી નથી. પરંતુ ખાળક સર્વ ઇન્દ્રિયાના વિષયાના ભાગ કરીને સુખી થવાની ઇચ્છા કરે છે. અથવા કાઈ તલવાર ઉઠાવીને તેને મારવા દોડે તા પુતલી તા જેમ છે તેમ ત્યાં ઉભી રહેશે. પરંતુ ખાલક તલવાર મારવાના દુઃખથી ઉદ્વિગ્ન—ચિંતાતુર બનીને અથવા તેા મારવાની આશંકાથી ભાગી જશે.
એ ખાળક કોઈ ભૂખ્યા બાળકને લેાજન આપીને તેના ઉપકાર પણુ કરશે અને કોઈ બાળકને થપડ આદિ મારીને તેને રાવરાવશે, પરતુ પુતલી કાઈનું હિત કે અથવા અહિત કરવા સમર્થ નથી. અથવા બાળકને મિઠાઈ ખાવા માટે લાવવામાં આવે તે તેજ સમયે આવીને મિઠાઇ પર તૂટી પડશે અને તેને મિઠાઈ ખાવાના સુખના અનુભવ પણ થશે. પુતલી મિઠાઇ માટે આવશે નહી. અને ખાશે પણ નહી, તે સુખના અનુભવની તે વાત જ જૂદી રહી. એ કારણથી નિશ્ચય થાય છે કે માલકમાં જીવનું લક્ષણ—જે જ્ઞાન તે વિદ્યમાન છે, તે કારણથી તેમાં જીવ છે. એ પ્રમાણે અન્યત્ર પણ સજીવ શરીરમાં જીવની સત્તાના નિશ્ચય કરી શકાય છે. વાસ્તવમાં આ આત્મા કર્તા, ભાકતા અને નાના પ્રકારની શુભ અને અશુભ પરિણતિઓના કર્તા છે. આત્મા સ'સાર અવસ્થામાં પોતાના અજ્ઞાનને આધીન થઇને દુ:ખ ઉપાર્જન કરે છે. કહ્યુ પણ છે કે: —
""
નાના પ્રકારની ચેાનિયાથી યુક્ત આ સંસારમાં ભ્રમણ કરતા થકે જીવ અનેક ભયાનક શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત કરે છે. ॥૧॥
આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં લીન રહેવા વાળો મૂઢ જીવ આત્માનું હિત કરતા નથી. આ કારણથી તે આ લેાક અને પરલેાકમાં મહાન્ ફ્લેશ પામે છે ।।૨।।
પ્રતિશરીર ભિન્નત્વ સિદ્ધિ
(૧૧) આત્માનું પ્રતિશરીરભિન્ન
આત્મા જૂદા-જૂદા શરીરામાં દો-જૂદ છે. સમસ્ત શરીરામાં એક જ આત્માનું અસ્તિત્વ માનવામાં આવે તે જન્મ, મરણ અંધ અને મેક્ષની વ્યવસ્થા થઈ શકશે નહી. અર્થાત્, કાઇનું જન્મ, કાઈનું મરણુ, કઈ બદ્ધ થાય અને કેાઈ મુકત થાય એવી વ્યવસ્થા કેવી રીતે બની શકશે? આ કારણથી આત્મા પ્રત્યેક શરીરમાં અલગ છે.' એમ સિધ્ધ થાય આત્મા અનંત છે એમ માનવુ જોઈ એ, આથી અદ્વૈતવાદનુ નિરાકરણ થઈ ગયું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૮