________________
(કદાચિત થવાવાળું) છે, તેમાં વ્યભિચાર આવતું નથી.
આત્મા શ્યામાક ધાન્યના કણ બરાબર નથી; તેમજ અંગૂઠાના પર્વ (પર) બરાબર પણ નથી. એટલે આત્મા એક સાથે સમસ્ત શરીરમાં વ્યાપક થઈ શકતે નથી, પરંતુ આત્માના ગુણ તે સંપૂર્ણ શરીરમાં ઉપલબ્ધ થાય છે, જેમ તલમાં તેલ સર્વત્ર હોય છે. એ કારણથી એ સિદ્ધ થયું કે આત્મા આ પ્રાપ્ત શરીરમાં ત્વચા–ચામડી સુધી વ્યાપી રહેલ છે.
અમૂર્તત્વ નિરૂપણ
(૧૦) આત્માનું અમૂર્તવ આત્મા અમૂર્ત છે. કારણ કે તે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતું નથી, ખડગ (તલવાર) આદિથી છેદી શકાતું નથી, શુલ આદિથી ભેદી શકાતું નથી, અરૂપી છે, અનાદિ કાલથી અમૂર્ત પરિણામવાળો છે. અને તે નિત્ય છે.
આ કથનથી નાસ્તિકના એ મતનું નિરાકરણ થઈ ગયું કે “આત્મા અતીન્દ્રિય નથી, અને જડથી ભિન્ન નથી.”
શંકા–આત્મા અમૂર્ત છે, નેત્ર આદિ ઈન્દ્રિથી જાણી શકાતું નથી, તે પછી માણસ કેવી રીતે સમજી શકશે કે આત્માનું અસ્તિત્વ છે.
સમાધાન–સાંભળે? માની લે કે કઈ (માણસ)ના સામે એક આઠ વર્ષને બાળક ઉભે છે. તેની બાજુમાં તેના જેવી સમાન આકૃતિવાલી માટીની એક પુતળી પણ રાખી છે. આ બન્નેને જોવાવાળાં જુવે છે કે આ પુતલી નેત્ર, નાક, કાનથી યુકત તે છે, પરંતુ જેવામાં, સુંઘવામાં અને સાંભળવામાં સમર્થ નથી. અને આ બાળક નેત્રથી જુવે છે, ફૂલ સંઘે છે અને કેઈનું ભાષણ સાંભળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૭