________________
આત્મા સર્વવ્યાપક છે.” એવા વેઢાંતિક આદિના મત છે કાઈ કાઈ એમ પણ માને છે કેઃ—“ આત્મા અણુ–પરિમાણવાળો છે.” તે સ મતાનું નિરાકરણ કરવા માટે આત્માને શરીર-પરિમાણુ વિશેષણ લગાડયુ છે. આત્માને સર્વવ્યાપક માનશે। તો તે નિષ્ક્રિય ઠરશે અને ભવાન્તરમાં જઈ શકશે નહિ, જેમ આકાશ.
"
આત્મા શરીરમાત્રવ્યાપી છે કારણ કે શરીરમાં જ તેના ગુણ ઉપલબ્ધ થાય છે. જેમ અગ્નિની ઉષ્ણતા અથવા ઘટ આદિના ગુણુરૂપ વગેરે જે જગ્યામાં જોવામાં આવે છે, તે જ જગ્યામાં તેનું અસ્તિત્વ પ્રતીત થાય છે, અન્યત્ર (ખીજા સ્થળે) નહિ, એ પ્રમાણે આત્માનાં ચૈતન્ય આદિ ગુણ જોવામાં આવે, ત્યાં જ તેનુ અસ્તિત્વ માનવું જોઈ એ. આત્માના ગુણુ શરીરમાં જ જોવામાં આવે છે તે કારણથી શરીરમાં જ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરવા તે ઉચિત છે. તેથી આત્મા શરીર પરમાણુ છે. “ ફૂલ આદિના ગુણુ-ગધ વગેરે ફુલની જગ્યા વિના બીજી જગ્યાએ પણ જોવામાં આવે છે તે કારણથી આપને હેતુ અનૈકાન્તિક છે.” એમ કહેવુ તે ઠીક નથી. કારણ કે ગંધના આધારભૂત પુદ્ગલ સ્વાભાવિક ગતિથી અથવા પ્રયત્નજન્ય ગતિથી ગતિમાન હેાવાના કારણે, ગધને ગ્રહણ કરવા વાળા ઘ્રાણુદેશ સુધી આવે છે. તાત્પર્ય એ છે કે-જ્યાં ફૂલની ગંધ છે ત્યાં તે ગ ંધના આધારભૂત ગધપુદ્ગલ પણ હોય છે, આ કારણ હેતુમાં વ્યભિચાર આવતા નથી.
66
આત્મા સર્વવ્યાપક નથી. કેમકે આત્માના ગુણુ સત્ર જોવામાં આવતા નથી, જેના ગુણુ સત્ર ઉપલબ્ધ થતા નથી, તે પદાર્થ સર્વવ્યાપક હાય નહિ, જેમ ઘટ. આત્માના ગુણુ સત્ર જોવામાં આવતા નથી, એ કારણથી તે સર્વવ્યાપક નથી. આકાશ અહિં વ્યતિરેકનુ ઉદાહરણ છે. તે હેતુ અસિદ્ધ છે.” એમ કહી શકાશે નહિ. કારણ કે દેહથી અતિરિક્ત (દેહ સિવાય ) દેશમાં બુદ્ધિ આદિ ગુણાને સદ્ભાવ નથી. એ પ્રમાણે સૌએ સ્વીકારેલું છે. શરીરમાં આત્માના ગુણ્ણાનું અસ્તિત્વ છેજ, એ કારણથી હેતુ અસિદ્ધ નથી. આ પ્રમાણે શરીરની બહાર આત્માનું અસ્તિત્વ માનવું ત્યજીને પોતાના દેહમાંજ અસ્તિત્વ માનવું જોઈએ.
અથવા—આત્મા વ્યાપક નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હાય છે તે ચેતન હેાય નહિ, જેમ આકાશ. આત્મા ચેતન છે તે કારણથી વ્યાપક નથી.
આ હેતુથી આત્માની અવ્યાપકતા સિદ્ધ થવાથી પૂર્વોક્ત હેતુથી ( કેમકે શરીરમાં જ તેના ગુણ જોવામાં આવે છે એ હેતુથી ) આત્માની શરીરપ્રમાણતા પણ સિદ્ધ થઇ જાય છે. આઠે સમયમાં સ ંપન્ન થવા વાળા કેલિસમ્રુધાતની અવસ્થામાં ચૌદ રાજૂલાકમાં આત્માનું વ્યાપ્ત થઈ જવાનું અહિં જે માન્યું છે, તે કાદાચિત્ક
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૬