________________
આત્માને વિષે ક–રજ (કર્મના રજકણે) એકઠી કરી લે છે, જેમ અજ્ઞાની મનુષ્ય રોગના કારણભૂત અપથ્યનું (રેગ ઉત્પન્ન કરે તેવું) સેવન કરીને, પિતે ઈચ્છતું નથી તે પણ જવર (તાવ) આદિને ઉત્પન્ન કરી લે છે. તે પ્રમાણે આત્મા કર્મબંધનની ઈચ્છા નહિ કરવા છતાંય પણ આર્ત-રૌદ્ર ધ્યાનને આધીન થઈને કર્મ બંધનને પ્રાપ્ત થાય છે. જેવી રીતે કર્મબંધનને આત્મા પોતે જ ગ્રહણ કરે છે, તે પ્રમાણે કઈ બાહ્ય નિમિત્તની અપેક્ષાથી તેનું ફલ પણ પોતે જ ભોગવે છે. એ પ્રમાણે આત્મામાં ભોકતાપણું સિદ્ધ થાય છે. અને ભોકતા હોવાથી તેમાં કઈ પ્રકારની બાધા વિના કર્તાપણું પણ સિદ્ધ થઈ જાય છે.
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે, જીવ કર્તા નથી. ભક્તાપણું તે પણ જીવમાં ઉપચારથી છે. દર્પણાકાર બુદ્ધિમાં પ્રતિબિમ્બિત (પ્રતિબિંબરૂપે) થવાવાળા
દેખાવવાવાળા) સુખ-દુઃખ આદિનું પ્રતિબિંબ આત્મામાં પડી શકતું નથી, સ્ફટિક તથા દર્પણ આદિમાં જે પ્રતિબિમ્બ પડે છે, તે પરિણામી હેવાના કારણે પડે છે. સ્ફટિક આદિ જે એકાન્ત અપરિણામી હતી તે તેમાં કઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડી શકત નહી. આ પ્રમાણે પરિણામ સ્વીકાર કરી લેવાથી જીવમાં કર્તાપણું સિધ્ધ થઈ જશે, અને ભેકતાપણું પણ સ્વતઃ સિધ્ધ થઈ જશે.
શરીર પરિણામત્વ સિદ્ધિ
(૯) આત્માનું શરીરપ્રમાણઆત્મા પ્રાપ્ત શરીરની બરાબર છે, અર્થાત્ શરીરનું જે પરિમાણ છે તે આત્માનું પણ પરિમાણ છે. આત્મા નિશ્ચયનયથી લોકાકાશની બરાબર અસંખ્યાતપ્રદેશી છે. વ્યવહારનયથી શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થએલ સૂક્ષ્મ અથવા સ્કૂલ શરીરનું જે પરિમાણ છે. તે પરિમાણ વાળો આત્મા છે. એટલા માટે આત્મા શરીરપરિમાણ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૫