________________
પરિણામિત્વ નિરૂપણ
(૫) આત્માનું પરિણામીપણું– આત્મા પરિણામી છે. પ્રત્યેક સમય એક પર્યાયને છોડી બીજો પર્યાય ધારણ કરે તે પરિણામ કહેવાય છે. તે પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય છે, આ વિશેષણથી આત્માની કૂટસ્થનિત્યતાનું નિરાકરણ કર્યું છે. “આત્મા ફટસ્થ નિત્ય છે” એ સ્વીકાર કરવાથી આત્મા જેવો પહેલાં હતું તે જ જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં પણ રહેશે, એવી દશામાં આત્મા પહેલાં અજ્ઞાતા હતા તે પછી પદાર્થોને માતા કેવી રીતે થશે?, કેમકે–આપના મત પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપથી ચુત નહિ થતાં જે છે તે જ બની રહે તે કૂટસ્થતા છે. અગર તે પછીથી આત્માને પદાર્થોને જ્ઞાતા સ્વીકાર કરે છે તે પ્રથમ જે અજ્ઞાતા હતે તેનું જ્ઞાતાના રૂપમાં પરિણમન થઈ ગયું, તેથી કૂટસ્થરૂપ નિત્યતા નાશ પામી ગઈ, આ કારણથી આત્માને પરિણમી અવશ્ય માનવો જોઈએ. આત્મા ફૂટસ્થ નિત્ય નથી પરત પરિણામી નિત્ય છે.
પ્રભુત્વ નિરૂપણ
(૬) આત્માનું પ્રભુત્વનિશ્ચય નય પ્રમાણે આત્મા મેક્ષ અને મોક્ષના કારણરૂપ શુદ્ધ પરિણામે માટે પરિણમન-સામર્થ્ય વાળે છે. તથા વ્યવહાર નયથી સંસાર અને સંસારના કારણરૂપ અશુદ્ધ પરિણામ માટે પરિણત થવાની શકિતથી યુકત છે. આ કારણથી આત્મા પ્રભુ કહેવાય છે.
આ આત્મા મોક્ષમાર્ગને ઉપદેશ દેવાની, રત્નત્રયના દ્વારા મેક્ષસાધનની અને સર્વજ્ઞતાપ્રાપ્તિની શક્તિથી યુક્ત હેવાના કારણે પ્રભુ છે. “કોઈ સર્વજ્ઞ નથી” એ જે નાસ્તિકમત છે તેનું નિરાકરણ કરવા માટે સર્વજ્ઞરૂપમાં પણ આત્માનું પ્રભુત્વ સૂચિત કર્યું છે. જેમ–મેઘસમૂહ તથા મળથી આચ્છાદિત સૂર્ય, ચંદ્રમાની તિ, સુવર્ણ અથવા ચાંદી વગેરે ક્રમથી નિર્મલ થતાં થતાં મેઘસમૂહ અથવા મળના ખસી જવાથી પૂર્ણ શુદ્ધ રૂપમાં આવી જાય છે–શુદ્ધ થઈ જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ આદિથી અશુદ્ધ આત્મા ધીરે ધીરે શુદ્ધ થઈને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે. એ પ્રમાણે પૂર્ણ શુદ્ધ આત્મા જ સર્વજ્ઞ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦ ૨