________________
આત્મા જ્ઞાનપગ અને દર્શને પગથી ભિન્ન નથી, એ બતાવવા માટે જ તેને ઉપયોગવાનું કહ્યો છે. “જ્ઞાન અને આત્માનો એકાન્ત ભેદ છે” એનૈયાયિકેને મત છે, એ મતનું નિરાકરણ કરવા માટે એ કથન કરવામાં આવ્યું છે. સર્વના સિદ્ધાન્તમાં દ્રવ્ય એ વાસ્તવમાં ગુણ અને પર્યાથી ભિન્ન નથી, તેથી કંચિત ભેદની વિવક્ષા કરીને આધારાધેય ભાવની કલ્પનાથી ઉપગવાનું કહ્યા છે.
ઉપયોગના બે ભેદ છે-(૧) જ્ઞાને પગ અને (૨) દર્શને પગ, સવિકલ્પ ઉપગને જ્ઞાને પગ કહે છે, અને નિર્વિકલ્પ ઉપયોગ તે દર્શને પગ કહેવાય છે. તેમાં જ્ઞાને પગ આઠ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન, (૨) કૃતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, તથા (૬) કુમતિજ્ઞાન, (૭) કુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. તેમાં છેવટના ત્રણ અજ્ઞાન કહેવાય છે. પરંતુ વિપરીતજ્ઞાનરૂપ હેવાના કારણે તેને જ્ઞાનની કટિમાં રાખ્યા છે. એમાં એક માત્ર કેવલજ્ઞાન ક્ષાયિક છે, સંપૂર્ણ આવરણથી રહિત અને પૂર્ણ શુદ્ધ છે. બાકીનાં મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક છે, દેશ થકી આવરણરહિત છે. અને દેશ થકી શુદ્ધ છે, ત્રણ કજ્ઞાન અશુદ્ધ છે.
દર્શને પગના ચાર ભેદ છે-(૧) ચક્ષુદંશન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. તેમાંથી એક કેવલદર્શન ક્ષાયિક છે. પૂર્ણરૂપથી આવરણરહિત છે, અને પૂર્ણ રૂપથી શુદ્ધ છે. ચક્ષુદર્શન આદિ ત્રણ ક્ષાયોપથમિક છે, દેશ થકી નિરાવરણ છે અને દેશ થકી શુદ્ધ છે.
આત્મા જ્ઞાનાદિ ગુણોથી સર્વથા ભિન્ન છે.” એ નિયાયિક આદિને મત યુકત નથી-ઉચિત નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણને સંબંધ થયા પહેલાં કેઈ સમય આત્માને જ્ઞાનાદિ ગુણોથી રહિત પણ માનવે પડશે, અને એ પ્રમાણે તેના મતમાં આત્મા જડ થઈ જશે. આત્માને વિષે જ્ઞાનને નિત્ય-અનાદિ સંબંધ સ્વીકાર કરવામાં આવે તે બે પદાર્થ માનવા પડશે, અને તે બંને અર્થાત આત્મા અને જ્ઞાન તે બંને ને સમ્બદ્ધ કરવા માટે ત્રીજે કઈ સમવાય સંબંધ માનવે પડશે. એ ભારે ગૌરવ થશે. તે કારણથી ગુણ અને ગુણીને વાસ્તવમાં તાદામ્ય સંબંધ સ્વીકાર કરે એજ ઉચિત છે. અથવા ગુણ-ગુણીના અભેદને જ સમવાય સંબંધ કહો તે તેને સ્વીકાર કરવામાં કઈ પ્રકારે હાનિ નથી. કહ્યું પણ છે:–
જે ગુણ અને પર્યાયના તાદાભ્યથી યુક્ત હોય તે દ્રવ્ય કહેવાય છે તે દ્રવ્યની પર્યાયે સદાય ઉત્પત્તિ અને વિનાશ વાળી છે, અને તે અનાદિપ્રવાહરૂપ છે.” III
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૧