________________
બીજી વાત એ છે કે આત્મા પિતાનું કલ્યાણ કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી, તે પિતાના કલ્યાણસાધનમાં પિતે જ સમર્થ છે. તે કારણથી આત્માનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. એ કારણથી આત્મહિતના અભિલાષી પુરૂષોએ મેક્ષના કારણભૂત તપ અને સંયમની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ.
કર્તુત્વ નિરૂપણ
(૬) આત્માનું કર્તવઆ આત્મા અદષ્ટ આદિ કર્મો કરવાથી, નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ ભાવેને કર્તા હોવાથી તથા વ્યવહારનયથી દ્રવ્યકમ, ભાવકર્મ તથા નેક–બાહ્ય શરીર આદિને કર્તા હોવાથી કર્તા કહેવાય છે.
“આત્મા એકાન્તરૂપથી અકર્તા છે.” સાંખ્યના આ મતનું નિરાકરણ કરવા માટે આત્માને કર્તા વિશેષણ આપ્યું છે.
આ ઔદારિકાદિ શરીરને કઈ કર્તા છે, કારણ કે ઔદારિકાદિ શરીર, આદિમાન અને પ્રતિનિયત આકાર વાળું છે, જેમ ઘડાને કર્તા કુંભાર. જે વસ્તુ કર્યા વિનાની હોય છે, તે આદિમાન અને નિયત આકાર વાળી હોય નહિ, જેમ વાદળનો વિકાર, જે શરીરને કર્તા છે તે આત્મા છે. એ પ્રકારે આત્માનું કર્તવ સિદ્ધ થાય છે. અહીં “આદિમત્ ” વિશેષણથી મેરુ આદિથી થવા વાળા અનેકાન્તિક દોષનું નિવારણ કર્યું છે, કારણ કે તે “આદિમાન નથી.
અથવા–આત્મા કર્તા છે, કારણ કે તે પિતાના કર્મોને ભેકતા છે. જેમ વણિક અથવા ખેડુત. આત્મા પોતાનાં કર્મોનાં ફલને ભકતા છે, તે કારણથી કર્તા છે, જેમ વણિફ અથવા ખેડુત આદિ, કર્મ કર્યા વિના કર્મનું ફળ ભોગવતા નથી. તે પ્રમાણે આત્મા કર્મ કર્યા વિના તેનું ફળ ભેગવત નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦ ૩