________________
આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. એ પ્રમાણે સ્વીકાર નહિ કરવાથી “સંસરણ કરવાથી ઈત્યાદિ પૂર્વોકત હેતુ અસંગત થઈ જશે. એક સ્વભાવવાળો આત્મા સ્વીકાર કરવામાં આવશે તે તેમાં બીજા સ્વભાવની ઉત્પત્તિ નહિ થાય, અને વર્તમાનકાલીન ભાવ વિના બીજો ભાવ કઈ પણ વખત પ્રાપ્ત નહિ થાય, એ પ્રમાણે અનિત્યત્વ અમૂર્તત્વના વિષયમાં પણ સ્યાદ્વાદને જ આશ્રય લે જોઈએ. અન્યથા વ્યવહારના અભાવને પ્રસંગ આવશે. આત્માને એકાત અમૂર્ત માનવાથી તથા દેહથી એકાન્ત ભિન્ન માનવાથી તેને ઘાત થ અસંભવ છે, અને એ દિશામાં હિંસા આદિથી નિવૃત્ત થવાને ઉપદેશ દેવાવાળા ચરણ-કરણ આદિના બાધક તમામ શાઓ વ્યર્થ થઈ જશે. તે સિવાય આત્માને સંસારરૂપી ખાડાથી કઈ વખત પણ ઉદ્ધાર નહિ થાય.
અથવા–આત્મા નિત્ય છે, કેમકે તેના કારણોને વિભાગ નથી, જેમ આકાશ. આકાશને કારણેને અભાવ છે તેથી જ તેના કારણેને વિભાગ પણ નથી. જે નિત્ય નથી તે પોતાના કારણેના વિભાગના અભાવવાળે પણ નહિ થાય, જેમ પટ. પટથી તંતુઓને વિભાગ થતો જોવામાં આવે છે.
ફરી પણ-આત્મા નિત્ય છે. કારણ કે તેના કારણેના વિનાશને અભાવ છે, જેમ આકાશ. કારણેને અભાવ હોવાથી જ કારણોના વિનાશને અભાવ છે. જેમ આકાશ જે નિત્ય નથી તે કારણવિનાશભાવવાળું પણ નથી, જેમ પટ. જોવામાં આવે છે કે-પટના કારણભૂત તંતુઓને નાશ થાય છે. પણ આત્માના જનક કારણેને અભાવ છે, તેથી તે કારણેના વિનાશને અભાવવાળો છે, અર્થાત આત્માને કારણ જ નથી તે પછી તેના કારણેને અભાવ શું થશે ? એ કારણથી આત્મા નિત્ય છે. આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. અને અમૂર્ત હોવાના કારણે શરીરથી ભિન્ન છે.
પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાથી એક જ આત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિય નાના પર્યાયને પ્રાપ્ત નહિ થાય, અને એકાન્ત ક્ષણિક માનવાથી પણ સ્વાધ્યાય, અધ્યયન, ધ્યાન આદિને પરિશ્રમ વૃથા થઈ જશે, અને પ્રત્યભિજ્ઞાનને અભાવ થઈ જશે, એ કારણથી આત્મા કંથાચિત નિત્ય અને કંથચિત્ અનિત્ય છે. એ પ્રમાણે જરૂર સ્વીકારવું જોઈએ.
જે માણસો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આત્માને એકાન્ત નિત્ય, અવિચલ સ્વભાવ વાળો માને છે, તે સર્વ અયુક્ત છે. એ પ્રમાણે માનવાથી સુખ, દુઃખ સંસાર અને મેક્ષ બની શકશે નહિ. આહલાદને અનુભવ કરવારૂપ ક્ષણ સુખ કહેવાય છે. સંતાપને અનુભવ કરે તે દુઃખ છે. તિર્યંચ, મનુષ્ય, નારકી અને દેવભવમાં જવું તે સંસાર છે. આઠ પ્રકારના કર્મ બંધને વિયેગ થવે તે મોક્ષ છે. એકાન્તવાદ
શ્રી આચારાંગ સૂત્ર : ૧