________________
કેમકે વસ્તુ છતાંય તેની ઉત્પત્તિ નથી હોતી, જેમકે આકાશ. ઉત્પત્તિરહિત અને અવિનાશી હોવાના કારણે, તથા સર્વકાલમાં વિદ્યમાન રહેવાને કારણે, અને ક્ષણની અપેક્ષાએ પણ સમૂળગે નાશવાન નહિ હોવાના કારણે આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. દેહને જ આત્મા માનવાવાળા કહે છે કે આત્મા પરિમિત કાલ સુધી લે છે, તથા ક્ષણિકવાદી પણ નિરન્વય ક્ષણિક-પરિણામપ્રવાહને નિત્ય માને છે. આ પ્રમાણે આત્માની નિયતા સિદ્ધ કરીને એ બંને (હવાદી અને ક્ષણિકવાદી)ના મતનું નિરાકરણ કર્યું છે. પ્રસ્તુત હેતુમાં “વસ્તુ હોવા છતાંય પણ” એ વિશેષણ એ કારણથી આપ્યું છે કે –શશ-વિષાણુ-(સસલાનાં શિંગડાં) આદિથી વ્યભિચાર (હેતુ હોય અને સાધ્ય ન હોય) ન થાય, કારણ કે ઉત્પત્તિને અભાવ તે તેમાં પણ છે, પરંતુ વસ્તુત્વ તેમાં નથી.
અમૂર્તત્વ, પરમાણુમાં નથી, અને ત્યાં નિત્યત્વ હેતુ છે, એ કારણથી પરમાણુમાં વ્યભિચારની આશંકા કરવી નહિ. કારણ કે આત્મામાં નિત્યત્વ અને અમૂર્તવ એકાન્તરૂપથી માનવામાં આવ્યું નથી.
અથવા–આત્મા નિત્ય છે, કારણ કે તે એક ગતિથી બીજી ગતિમાં જાય છે, કારણ કે તે ત્રિકાળવિષયક ક્રિયાને આલેચક (વિચાર કરનાર) છે, અને તે પ્રત્યભિજ્ઞાન (“આ તેજ છે ” એ પ્રકારનું જેડરૂ૫ જ્ઞાન) વાળે છે. આ ત્રણ હેતુઓ વડે કરી ક્ષણિકવાદનું નિરાકરણ થઈ ગયું છે.
“નં શિક્તિ ક્ષણિ” ઈત્યાદિ વચનથી અને “સ જીપ બાયોડ: 'ઈત્યાદિ શ્રુતિના પ્રમાણથી આત્મા એકાન્ત નિત્ય સિદ્ધ થાય છે. એમ કહેવું તે પણ યુકત નથી, કારણ કે આત્માને એકાન્ત નિત્ય સ્વભાવ વાળો માનવાથી સંસરણ (એક જન્મથી બીજા જન્મમાં જવું તે) આદિ વ્યવહારને નાશ થઈ જશે, એ કારણથી કથંચિત નિત્ય અને કંથચિત અનિત્ય આત્મા છે. એ પ્રમાણે સ્વીકાર કરે જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧