________________
અનત ગુણેને અખંડ સમુદાય જ દ્રવ્ય છે, તે પણ આત્માના ચેતના, સુખ ચારિત્ર, વીર્ય આદિ ગુણ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થદ્વારા પરિમિત–મર્યાદિત જ જાણવામાં આવે છે, પરંતુ સર્વ ગુણ જાણવામાં આવતા નથી. તેનું કારણ એ છે કે-વિશિષ્ટ જ્ઞાન વિના આત્માના સમસ્ત પર્યાય-પ્રવાહને જાણવા અશક્ય છે. જે જે પર્યાય-પ્રવાહ સાધારણ બુદ્ધિવાળા દ્વારા જાણી શકાય છે, તેના કારણભૂત ગુણેને વ્યવહાર કરવામાં આવે છે, એ કારણથી તે ગુણ વ્યવહાર્ય થાય છે, જેમ આત્માને ચેતના, સુખ, ચારિત્ર અને વીર્ય આદિ ગુણ વ્યવહાર્ય થાય છે, બાકી સર્વ કેવલિગમ્ય છે.
ત્રણ કાલ સંબંધી અનન્ત પર્યાયોના એક–એક પ્રવાહનું કારણ એક–એક ગુણ છે. અને એવા અનંત ગુણેને સમુદાય તે દ્રવ્ય છે. આ કથન કંચિત્ ભેદવિવલાથી જ છે. અભેદવિવક્ષાથી તે પર્યાયે પિતાના કારણભૂત ગુણથી અભિન્ન છે, અને ગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી ગુણપર્યાયરૂપજ દ્રવ્ય કહેવાય છે.
દ્રવ્યમાં સર્વ ગુણ એકરૂપ નથી, કેઈ કેઈ ગુણ સાઘારણ છે, અર્થાત–સામાન્ય રૂપથી અનેક દ્રવ્યોમાં જોવામાં આવે છે. અથવા સમસ્ત દ્રવ્યોમાં જોવામાં આવે છે. જેમ-અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રદેશવત્વ અને શેયત્વ, એ ગુણ સમસ્ત દ્રવ્યમાં જોવામાં આવે છે. નિષ્કિયત્વ, અચેતનત્વ, અને અરૂપિ– આદિ ગુણ અનેક દ્રવ્યવતી છે. કઈ કઈ ગુણ અસાધારણ છેમાત્ર એક દ્રવ્યમાં રહે છે. જેવી રીતે આત્માના ચિતન્ય, સુખ, ચારિત્ર, વીર્ય આદિ ગુણ. પિત–પિતાના સાધારણ ગુણો અને ગુણોથી ઉત્પન્ન પર્યાની અપેક્ષા પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ.
આત્મા કા સ્વરૂપ (૧૩)
આત્માનું સ્વરૂપ હવે આત્માનું સ્વરૂપ કહે છે –
આત્મ-(૧) જીવ છે, (૨) નિત્ય છે, (૩) ચેતનવંત છે, (૪) ઉ૫યેગવંત છે (૫) પરિણામી છે, (૬) પ્રભુ છે, (૭) કર્તા છે, (૮) સાક્ષાત્ ભોકતા છે, (૯ પિતાના શરીર બરાબર છે, (૧૦) અમૂર્ત છે. (૧૧) પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. (૧૨) પગલિક કર્મોથી યુક્ત છે, અને (૧૩) ઉર્ધ્વગમન સ્વભાવવાળે છે. - તેમાં આત્માના જીવત્વાદિ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૫