________________
જીવત્વ નિરૂપણ
(૧) છત્વનું નિરૂપણ– આત્મા નિશ્ચયનયથી સત્તા, ચિતન્ય અને જ્ઞાન આદિરૂપ શુદ્ધ પ્રાણથી, તથા વ્યવહારનયથી યથાસંભવ ક્ષયોપશમજન્ય ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણથી જીવિત છે, જીવિત રહેશે અને જીવિત હતું, તેથી આત્મા જીવ' કહેવાય છે. “ આત્મા શરીરથી ભિન્ન નથી, અને એક જન્મથી બીજા જન્મમાં જતો નથી નાસ્તિકને એ પ્રમાણે જે મત છે, તેનું નિરાકરણ કરવા માટે કહ્યું છે કે “ આત્મા જીવ છે. પૂર્વ ભવના સંસ્કાર વિના આ ભવમાં તત્કાલ જન્મ પામેલું બાળક માતાના સ્તનપાનમાં (ધાવવામાં) પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે છે ?, બાળકની આ પ્રવૃત્તિથી સિદ્ધ થાય છે કે –તેનામાં પૂર્વ ભવના સંસ્કાર વિદ્યમાન છે. આ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વભવમાં પણ હતું, અને તે કારણથી આત્મા શરીરથી ભિન્ન માલૂમ પડે છે.
પાંચ ભૂતેથી બનેલું શરીર જ જો આત્મા છે તે માટીનું પાત્ર, પાણી, અગ્નિ, આકાશ, પવન વગેરે પાંચ ભૂતેને ચુલા ઉપર જ્યારે સોગ થાય છે, તે તે વખતે ચેતનારૂપ આત્મા કેમ પેદા થતો નથી?, અહિં પાંચ ભૂતને સંગ વિદ્યમાન છે અને તેમાંથી તમે (નાસ્તિકે) આત્માની ઉત્પત્તિ માને છે ?
અથવા–મૃત્યુ પામેલા શરીરમાં પાંચ ભૂતને સદ્દભાવ હેવા છતાંય ચેતનસ્વરૂપ આત્મા કેમ ઉપલબ્ધ થતું નથી ?, એ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા જડ સ્વરૂપ પાંચભૂતોથી ભિન્ન છે અને નિત્ય છે.
અને બીજું એ પણ છે કે–આત્માને દેહરૂપ સ્વીકાર કરવાથી કૃતનાશ અને અકૃતાભ્યાગમ દષની પ્રાપ્તિ થશે, કરેલા કર્મ, ફળ આપ્યા વિના જ નાશ થઈ જશે. અને અકૃત–નહિ કરેલા કર્મનું ફળ ભેગવવું પડશે. કર્મ નહિ કરવાવાળાને કર્મનું ફળ ભેગવવું પડે, અને કર્મ કરનાર ફળ ભોગવવામાંથી બચી જાય. આ અને વાત અનુચિત છે. એ કારણે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે આત્મા શરીરથી મિન છે, અને જન્માન્તર ગમન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧