________________
શંકા–આકાશ આદિ પણ પિત પિતાના પર્યાયને નિરંતર પ્રાપ્ત થતા રહે છે, તે તેને માટે પણ આત્મા શબ્દ પ્રયોગ કરવો અનિવાર્ય થશે. કેઈ સમય તેનામાં પર્યાયને અભાવ હોય તે તે અપરિણામી ઠરશે ત્યારે તેનામાં વસ્તુત્વ પણ નહિ રહે.
સમાધાન–એ પ્રમાણે ન કહે. નિરન્તર પિતાના પર્યાયને પ્રાપ્ત કરવું તે તે આત્મ શબ્દની વ્યુત્પત્તિનિમિત્ત માત્ર છે, પરંતુ તે પ્રવૃત્તિનિમિત્ત નથી; પ્રવૃત્તિનિમિત્ત તે ઉપગ જ છે, તેથી આકાશ આદિમાં આત્મ શબ્દને પ્રગ થઈ શકતું નથી.
અથવા–નિરન્તર ગમન કરે છે, આ અર્થને પણ વિરોધ નથી. કેમકે-સંસાર અવસ્થામાં કર્મના આધીન બનીને આત્મા અનેક ગતિઓમાં હમેશાં ગમન કરતે રહે છે. મુક્ત-અવસ્થામાં પણ ભૂતકાલીન સતત ગમન વિદ્યમાન છે.
આત્માસ્તિત્વસિદ્ધિ
આત્માના અસ્તિત્વની સિદ્ધિ – સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણથી જ આત્માની સિદ્ધિ કહે છે -(૧) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશય આદિ જ્ઞાન પોત પોતાના આત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્મા છે. અર્થાત્ સંશય આદિ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાના કારણે આત્મસ્વરૂપ જ છે.
(૨) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ-સુખ આદિ પિત–પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
(૩) અથવા–હું કરી ચૂકયે, હું કરું છું. કરીશ, ઇત્યાદિરૂપથી જે અહંપ્રત્યય થાય છે, તેથી પણ આત્માનું પ્રત્યક્ષપણું થાય છે. આત્મા ન હોય તે આત્માના વિષયમાં અહમ્મત્યય (હું પણાનું જ્ઞાન) કેવી રીતે થઈ શકે ? આત્મર૫
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८८