________________
વિષયના અભાવમાં વિષયી અર્થાત જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ શકતી. શરીર જ આ જ્ઞાનને વિષય છે, અર્થાત્ “અહમ ,' (હું) ને અર્થ આત્મા નથી બલ્ક શરીર છે, એમ કહેવું તે ઉચિત નથી, કેમકે જે એમ હોય તે મૃત શરીરમાં અહમ્મત્યય થઈ શકશે. આત્માને વિષય કરવા વાળે આ–અહમ્મત્યયની વિદ્યમાનતામાં “હું છું કે નથી” આ પ્રકારને સંશય જ થતું નથી અહપ્રત્યયના વિષયભૂત આત્માને સદ્ભાવ હોવાથી “હું છું” આ પ્રકારને નિશ્ચય જ થઈ શકે છે. આત્માના અસ્તિત્વના વિષયમાં સંશય કરવામાં આવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અહઋત્યય કોને થાય છે? કારણ વિના તો તેની ઉત્પત્તિ થઈ શકતી નથી જે સંશય કરવા વાળા જીવ નથી તે “હું છું કે નહિ” એ પ્રકારને સંશય કરનાર કેણ છે? સંશય એક પ્રકારને જ્ઞાન-ગુણ છે, અને ગુણ ગુણીના અભાવમાં થઈ શકતું નથી.
અહીં “દેહ ગુણી છે” એમ કહેવું તે ઠીક નથી, કારણ કે દેહ મૂર્ત છે અને જડ છે. જ્યારે જ્ઞાન અમૂર્ત છે અને ચેતનરૂપ છે. મૂર્ત ગુણીને અમૂર્ત ગુણ હાઈ શકે નહિ. અને જડને ગુણ ચેતન થઈ શકે નહિ. આ કારણથી. “હું છું કે નહિ” એ પ્રમાણે કહેવાવાળાને “મારી માતા વધ્યા છે” એ પ્રમાણે કહેનારના જે સ્વવચનબાધા નામને દોષ આવે છે.
(૪) અથવા આત્મ ગુણ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, કેમકે-સ્મૃતિ, જીજ્ઞાસા, કરવાની ઈચ્છા, ગમનની ઈચ્છા, સંશય આદિજ્ઞાન વગેરે જે આત્માના ગુણ છે તે પોતાના આત્મામાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. જે પદાર્થને ગુણ પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે પદાર્થ પણ પ્રત્યક્ષ માનવામાં આવે છે. જેમ-ઘટ, આત્માને ગુણ પ્રત્યક્ષથી પ્રતીત થાય છે. તે કારણથી આત્મા પ્રત્યક્ષ છે. ઘટના રૂપ આદિ ગુણે પ્રત્યક્ષ હેવાથી જ ગુણી ઘટનું પ્રત્યક્ષ હોવું જોવામાં આવે છે. તે પ્રમાણે વિજ્ઞાન આદિ ગુણે પ્રત્યક્ષ હોવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે.
શંકા-આપે જે હેતુ અહિં આપે છે તે અનેકનિક છે; કેમકે આકાશને ગુણ શબ્દ તે તે પ્રત્યક્ષ થાય છે, પરંતુ આકાશ પ્રત્યક્ષ થતું નથી.
સમાધાન–એ પ્રમાણે ન કહે, કેમકે શબ્દ તે આકાશને ગુણ નથી પણ શબ્દ તે યુગલને ગુણ છે. કેમકે તે ઈન્દ્રિય (શ્રોત્રેન્દ્રિય)ને વિષય છે. જે ઈન્દ્રિયને વિષય હેાય છે તે પૌગલિક જ હોય છે, જેમ-રૂપ આદિ.
શંકા–ગુણેને પ્રત્યક્ષ માની લઈએ. પરંતુ ગુણીના પ્રત્યક્ષપણામાં શું પ્રમાણ છે?
સમાધાન–ગુણ અને ગુણીને કંચિત્ તાદામ્ય સંબંધ છે–ગુણી, ગુણોથી અભિન્ન હોય છે, એટલે ગુણેના પ્રત્યક્ષપણાથી આત્મા ગુણી પણ પ્રત્યક્ષ પ્રતીત થાય છે. અગર જે ગુણી, ગુણેથી ભિન્ન હેત તે ગુણી ઘટ આદિ પણ પ્રત્યક્ષ થઈ શકત નહિ. કેમકે માત્ર પાદિ ગુણેજ પ્રત્યક્ષ હોય છે, રૂપાદિ ગુણોથી ભિન્ન
શ્રી આચારાંગ સૂત્ર : ૧