________________
તત્ત્વાર્થસૂત્રને કમેનાં બન્ધના કારણો બતાવવામાં આવ્યા છે. હવે કમપ્રાપ્ત નરકાયુ પાપકર્મના બંધહેતુઓનું કથન કરવામાં આવે છે
મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ અને માંસાહારથી નરકાયુ કર્મ બંધાય છે. પ્રાણાતિપાત જનક વ્યાપારને આરંભ કહે છે. ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ વગેરે બાહ્ય પદાર્થોમાં મમતા રાખવી પરિગ્રહ છે મહાન આરંભ અને મહાન પરિગ્રહ મહારંભ તથા મહાપરિગ્રહ કહેવાય છે. આનાથી તેમજ પંચેન્દ્રિય જીવેને વધ અને માંસ ભક્ષણ કરવાથી નરકાયુ કર્મ બંધાય છે.
આ કથનને સારાંશ એ છે કે હિંસા આદિ ઘાતકી કર્મોથી સદા પ્રવૃત્ત રહેવાથી પારકી થાપણ ઓળવવાથી, ઇન્દ્રિય-વિષામાં અત્યન્ત રચ્યાપચ્યા રહેવાથી કૃષ્ણલેશ્યાના કારણે ઉત્પન્ન થનાર રૌદ્રધ્યાનથી, પંચેન્દ્રિય પ્રાણીના વધથી અને માંસાહાર આદિથી નરકાયુ પાપકર્મ બંધાય છે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ઉદ્દેશક ચેથામાં કહ્યું છે–ચાર કારણેથી નરકાયુ કર્મનું ઉપાર્જન થાય છે—મહાઆરંભ–કરવાથી, પચેન્દ્રિયના વધથી, મહાપરિગ્રહથી અને માંસભક્ષણ કરવાથી. ૭
ગોવત્તવિવાથઝિ’ ઈત્યાદિ સત્રાથ–મેગેની વકતા અને વિસંવાદથી અશુભ નામ કમ બંધાય છે . ૮
તત્વાર્થદીપિકા–આગળના સૂત્રમાં નરકાયુ પાપ કર્મ બાંધવાના કારણોની પ્રરૂપણ કરવામાં આવી, હવે ક્રમાનુસાર ચૈત્રીશ પ્રકારનાં અશુભ નામ કર્મ બંધાવાના કારણોની ચર્ચા કરીએ છીએ–
ગની વકતા અને વિસંવાદથી અશુભ નામકર્મ બંધાય છે.
ગને અર્થ થાય છે આત્માની એક વિશેષ શક્તિ જે કરણરૂપ હોય છે તેના ત્રણ પ્રકાર છે –મન, વચન અને કાયા તેની વક્રતાને અર્થ છે કુટિલતાપૂર્વક પ્રવૃત્તિ જેમકે મનથી કંઈક વિચારવું વચનથી કંઈ બીજું જ કહેવું તથા કાયાથી અન્ય પ્રકારની જ પ્રવૃત્તિ કરવી એને ગવતા કહે છે.
વિસંવાદને આશય છે—અન્યથા પ્રવૃત્તિ, કરવી, બીજાને છેતરવા સૂત્રમાં–ચ પદને જે પ્રવેગ કરવામાં આવ્યો છે તેનાથી મિથ્યાદર્શન, પશુન્ય, ચંચલ-ચિત્તતા, ખોટું જોખવુંમાપવું અને બીજાની નિન્દા કરવી વગેરે અર્થ લેવામાં આવ્યા છે. આ ગવક્રતા અને વિસંવાદ આદિ કારણેથી–નરકગતિ આદિ ચેત્રીશ પ્રકારના અશુભ નામ કર્મ બંધાય છે ૮
તત્ત્વાર્થનિર્યુક્તિ-અગાઉ બતાવી દેવામાં આવ્યું છે કે મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ અને માંસાહારથી નરકની આયુ બંધાય છે હવે અનુક્રમથી પ્રાપ્ત નરકગતિ આદિ ચૈત્રીશ પ્રકારના નામ કર્મ બંધાવા રૂપ કારણે રજુ કરીએ છીએ
યોગની વક્રતા અને વિસંવાદ કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે.
કાયા વચન અને મન આ ત્રણ ગ છે તેમની વક્રતા કહેતાં કુટિલતા પૂર્ણ પ્રવૃત્તિને ગવતા કહેવામાં આવેલ છે. અન્યથા પ્રવૃત્તિને વિસંવાદ કહે છે યોગ વક્રતા સ્વગત હોય છે જ્યારે વિસંવાદન પરગત હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧